શું તમે જાણો છો PM મોદીએ કોવિંદને જીત બાદ કઈ મીઠાઈ ખવડાવી હતી?
હર્ષિત કૌરે લખ્યું કે સર તમારી સેન્સ ઓફ હ્યૂમર શાનદાર છે. અબસાર નામના યૂઝરે લખ્યું કે, શું આ મોદીચૂરના લાડુ છે. એક યૂઝરે લખ્યું છે કે, એક પીએમનો સ્વભાવ, તેમનો વ્યવહાર, તેમની સંવેદનશીલતા તો જુઓ! આટલા પૂર્વગ્રહો અને દુરાગ્રહોની વચ્ચે પણ તમારી સરળતા જાળવી રાખવી પણ અદ્ભુત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમના આ જવાબ બાદ અનેક લોકોએ તેમને આ રીતે સવાલ પૂછ્યા. પુનીતા તિવારેએ પૂછ્યું, સર આ કોની દુકાનના લાડુ હતા. આશુતોષ ઝા નામના યૂઝરે લખ્યું, સર જલેબી ખવડાવવી જોઈએ આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે. એક યૂઝરે લખ્યું, અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ સમગ્ર દેશ તમને આ રીતે લાડુ ખવડાવશે.
અનેક લોકોએ મજાક મજાકમાં પીએમને પૂછ્યું કે તેમણે ભાવી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કઈ મીઠાઈ ખવડાવી. ટ્વીટર પર ઈશાન નામના યૂઝરે પણ પીએમને પૂછ્યું, સર તમે તેમને કોઈ મીઠાઈ ખવડાવી. આ વ્યક્તિને ત્યારે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો જ્યારે પીએમ મોદીએ ટ્વિટર પર તેમને જવાબ આપ્યો. પીએમ મોદીએ લખ્યું, 'લાડુ'. તસવીરમાં પણ દેખાય છે કે પીએમ રામનાથ કોવિંદને મિઠાઈ ખવડાવી રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશના 14માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલ રામનાથ કોવિંદ જ્યારે ચૂંટણી જીત્યા તો તેમને અભિનંદન પાઠવવા લાઈનો લાગી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ રામનાથ કોવિંદના ઘરે પહોંચ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ આ અવસર પર રામનાથ કોવિંદને મીઠાઈ પણ ખવડાવી. આ તસવીર મીડિયાના માધ્યમથી લોકોની સામે આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -