પીએમ મોદીએ દેહરાદૂનમાં 50 હજાર લોકો સાથે કર્યા યોગ, કહ્યું- યોગ તુટવાની સામે જોડાવવાની શક્તિ આપે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગ કરતાં પહેલા વડાપ્રધાન મોદીએ અહીં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમને કહ્યું કે, જ્યારે તોડનારી તાકતો હાવી થઇ જાય તો વિખરાઇ જવાય છે, સમાજમાં દીવાલો ઉભી થઇ જાય છે, પરિવારમાં કલહ-કજીયા વધે છે અને જીવનમાં તનાવ વધી જાય છે. આ વિખેરની વચ્ચે યોગ જોડવાનું કામ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મંચ પર ચાર લોકો હજાર હતાં, જેમાં રાજ્યપાલ ડૉક્ટર કે કે પૉલ, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, કેન્દ્રીય ઔષધીય મંત્રી અને ઉત્તરાંખંડના આરોગ્ય મંત્રી હરક સિંહ રાવત સામેલ હતાં
નવી દિલ્હીઃ ભારતની ઓળખ કહેવાતા 'યોગ'નો પર્વ આજે દુનિયાભરમાં મનાવવામાં આવી રહ્યો છે. ચોથા યોગ દિવસના પ્રસંગે દેશભરમાં અનેક જગ્યાએ યોગાના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાતે ઉત્તરાખંડના દેહરાદૂનમાં યોગ કર્યા. પીએમ મોદીની સાથે લગભગ 55 હજાર લોકો જોડાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -