રામનાથ કોવિંદને પીએમ નરેન્દ્ર મોદીએ 20 વર્ષ જૂની તસવીર શેર કરીને પાઠવી શુભેચ્છા
17 જુલાઈના રોજ 32 સ્થળ પર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થયું હતું. હાલના રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઈના રોજ ખતમ થઈ રહ્યો છે. દેશના 14માં રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે. મોદીએ એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદનું સમર્થન કરવા બદલ સાંસદો અને ધારાસભ્યોને આભાર માન્યો. મોદીએ મીરા કુમારને તેમના કેમ્પેન માટે અભિનંદન આપતા કહ્યું કે, આવા અવસર પર આપણને લોકતંત્ર પર ગર્વ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ રામનાથ કોવિંદને અભિનંદન આપતા લખ્યું કે, તમને આ પદ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા શુભ કાર્યકાળની મંગળ કામના કરું છું. પીએમે વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર મીરા કુમારને પણ તેમના પ્રયત્ન માટે શુભેચ્છા આપી. તમને જણાવીએ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદને સાત લાખ બે હજાર 644 વોટ મળ્યા છે, જ્યારે મીરા કુમારને ત્રણલાખ 66 હજાર 314 વોટ મળ્યા છે. રામનાથ કોવિંદને 65.35 ટકા વોટ મળ્યા, મીરા કુમારને 34.35 ટકા વોટ મળ્યા.
નવી દિલ્હીઃ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ અવસર પર મોદીએ રામનાથ કોવિંદની સાથેની પોતાની વીસ વર્ષ જૂની એક તસવીર શેર કરી હતી. પીએમ મોદીએ 20 વર્ષ જૂની તસવીરની સાથે આજની તસવીર પણ શેર કરતાં લખ્યું- 20 વર્ષ પહેલા અને આજે, તમારી સાથે જોડાવવું એ મારા માટે સૌભાગ્યશાળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -