પીએમ મોદીએ કર્યુ દેશના 100માં એરપોર્ટનુ ઉદઘાટન, ચીન-ભારત બોર્ડર પાસે વાયુસેના ઉતારી શકશે વિમાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી દિવસોમાં મુખ્ય રનવેની બાજુમાં 75 મીટર લાંબી એક અન્ય પટ્ટીનું નિર્માણ કરાયુ છે, ભારતીય વાયુસેના આ એરપોર્ટ પર જુદાજુદા પ્રકારના વિમાન પણ ઉતારી શકશે.
આ એરપોર્ટ લગભગ 605 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે અને આ ભારત-ચીનની બોર્ડરથી 60 કિલોમીટર દુર છે. અહીં હવે વાયુસેનાના વિમાનો પણ ઉતરશે.
એઆઇઇએ આ એરપોર્ટનુ નિર્માણ કર્યુ. હાલમાં સિક્કિમનું સૌથી નજીકનું એરપોર્ટ 124 કિલોમીટર દુર પશ્ચિમ બંગાળના બાગડોગરામાં છે.
આ એરપોર્ટ 201 એકરથી વધુ જમીનમા ફેલાયુલુ છે અને સમુદ્ર તટથી 4,500 ફૂટની ઉંચાઇ પર વસેલા પાકયોંગ ગામથી લગભગ બે કિલોમીટર ઉપર એક પહાડીની ટોચ પર બનાવવામાં આવ્યુ છે.
એરપોર્ટ ખુલવાથી અહીં વેપારને મોટો ફાયદો થશે, સાથે સાથે પર્યટનનો પણ વિકાસ થશે. અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો મુલાકાતે આવે છે. વર્ષ 2009માં આની આધારશિલા મુક્યા બાદ નવ વર્ષે આ સપનુ પુરુ થયુ હતું. આ એરપોર્ટ ગંગટોકથી 33 કિલોમીટર દુર છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સિક્કિમનું પહેલુ એરપોર્ટ દેશને સમર્પિત કર્યું. પીએમ મોદી રવિવારે જ ગંગટોક પહોંચી ગયા હતા, અહીં લોકો સાથે મુલાકાત કરી બાદમાં અહીં મોદીએ રાજ્યના પહેલા એરપોર્ટનું ઉદઘાટન કર્યુ. મોદીએ કહ્યું કે, આજે દેશમાં એરપોર્ટની સેન્ચૂરી પુરી થઇ ગઇ. આ પ્રસંગે પીએમની સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પણ હાજર રહ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -