PNB કૌભાંડ: મેહુલ ચોક્સીએ છોડી ભારતીય નાગરિકતા, જાણો કઈ કન્ટ્રીમાં સરેંડર કર્યો પાસપોર્ટ
મેહુલ ચોક્સીએ પોતાના પાસપોર્ટ જેનો નંબર Z3396732 છે તે જે હાઈ કમિશનમાં જમા કરાવ્યો હતો. તેની સાથે જ તેણે તેની ફી કુલ 177 ડોલર પણ જમા કરાવ્યા હતા. આ વિશે વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને જાણ કરી દીધી છે. મેહુલ ચોક્સીનું હવે ઓફિશિયલ એડ્રેસ હાર્બર, એન્ટીગુઆ થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સીના પ્રત્યર્પણ મામલાને લઈને સુનાવણી થવાની હતી પરંતુ તે પહેલા જ તેણે પોતાને ઓફિશિયલી એન્ટીગુઆના નાગરિક જાહેર કરી દીધી હતી. એવામાં તેને ભારત પ્રત્યર્પિત કરવો વધુ મુશ્કેલ થઈ શકે છે.
પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત લાવવામાં મોટો આંચકો લાગ્યો છે. મેહુલ ચોક્સીએ પોતાના ભારતીય પાસપોર્ટને સરેંડર કરી દીધો છે અને પોતાને એન્ટીગુઆના નાગરિક ગણાવ્યો છે. એટલે કે મેહુલ ચોક્સીએ ઓફિશિયલી ભારતીય નાગરિકતા છોડી દીધી છે. મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -