PNBનું કરોડોનું કૌભાંડ કરનાર ગુજરાતી નિરવ મોદી જીવતો હતો લક્ઝુરિયસ લાઈફ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીરવ મોદી મુંબઈમાં પણ પોતાનો લક્ઝુરિયસ બંગલો ધરાવે છે. જ્યારે તેની પાસે રોલ્સ રોય્સ કાર પણ છે.
લોકોએ નીરવને એક ગ્લોબલ એમ્પાયર ઊભું કરવામાં રસ ધરાવતો હોંશિયાર ગુજરાતી વેપારી ગણાવ્યો હતો. તેના પેશનની ખબર તો મોડેલ્સ અને સ્ટાર્સની ઊંચી ચોઈસ અને ફેસબુકની ફોર્મર કંટ્રી હેડ કૃતિકા રેડ્ડીને હાયર કરવાના પગલાથી જ ખબર પડે છે.
નિરવને લાંબા સમયથી ઓળખતા સૂત્રોએ જણાવ્યું હતું કે, નિરવ ગ્લેમરસ લાઈફ જીવતો હતો અને ખાસ સર્કલમાં લોકો સાથે ઉઠતો બેસતો હતો.
મુંબઈ: દેશના બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટા ફ્રોડમાં પંજાબ નેશનલ બેંકના 11,500 કરોડ રૂપિયાના કૌભાંડના ખુલાસા બાદ ડાયમંડ કિંગ નીરવ મોદી પર સકંજો કસવામાં આવ્યો છે. બેંક ફ્રોડના આરોપમાં ઘેરાયેલો નિરવ મોદી કોઈ સામાન્ય હીરાનો બિઝનેસમેન નહતો. તેણે પોતાની એક ગ્લોબલ બ્રાન્ડ ઊભી કરી હતી. તેની ડિઝાઈન્સ વોગના ફોટોસ્પ્રેડથી માંડીને લંડન, ન્યુયોર્ક, પેરિસના ફેશન હાઈવે પર ચમકતા હતા. પંજાબ નેશનલ બેંકને 11,356 કરોડનું કૌભાંડ કરનાર નિરવ મોદી મૂળ પાલનપુરનો વતની છે તેવું જાણવા મળ્યું છે.
હીરાનો બિઝનેસ મોદીના DNAમાં હતો. તેના પિતા ડાયમંડ જ્વેલર હતા અને બેલ્જિયમ શિફ્ટ થઈ ગયા હતા. નિરવ પોતાના મામા મેહુલ ચોક્સી પાસે આ ધંધાની બારીકી શીખવા મુંબઈ આવ્યો હતો. ચોક્સી પર પણ ફ્રોડમાં શામેલ હોવાનો આરોપ છે.
2015માં બ્રાન્ડની પાંચમી વર્ષગાંઠ પર જોધપુરના ઉમેદ ભવનમાં યોજાયેલા પ્રોગ્રામમાં આખી દુનિયામાંથી મોદીના માલેતુજાર ક્લાયન્ટ્સ આવ્યા હતા. મોડેલ્સે શોની એક રાત પહેલા બનેલી ફૂલોની ફ્રેશ પાંખડીથી બનેલા પોષાક પહેર્યા હતા. તેના શરીર પર ચમકદાર હીરા, બ્રેસલેટ અને ઈયરરિંગ્સે બધાંનું મન મોહી લીધું હતું.
1990ના દાયકામાં તે મુંબઈમાં કાકા સાથે ડાયમન્ડ બિઝનેસમાં જોડાયો હતો. શરૂઆતમાં માત્ર 3,500 રૂપિયાના પગાર સાથે તે કામ કરતો હતો. પરંતુ 10 વર્ષની નોકરી દરમિયાન આ ફિલ્ડનો બરાબર અનુભવ મેળવીને તેણે પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો હતો અને તેમાં તેને ઝળહળતી સફળતા પણ મળી હતી.
તેમના ડિઝાઈન કરવામાં આવેલા ઘરેણા હોલીવુડની હસ્તિયોથી લઈને દેશી ધનકુબેરોની પત્નીઓના શરીરની શોભા વધારતી હતી. તેમના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ગોલકોંડા 2010માં થયેલ લીલામીમાં 16.29 કરોડમાં વેચાયા હતા. જ્યારે 2014માં એક નેક્લેસ 50 કરોડ રૂપિયામાં લીલામ થયો હતો.
તેની ડિઝાઈનને પ્રિયંકા ચોપરા, અંદીરા ડાયોકોનું, રોજી હનિંગટન વાઈટલે જેવી સેલિબ્રિટી પ્રમોટ કરતી હતી. યુનિવર્સિટી ડ્રોપઆઉટમાંથી ઝવેરી બનેલા 46 વર્ષના મોદીની બ્રાન્ડ એક દાયકા કરતા પણ ઓછા સમયમાં હાઈ પ્રોફાઈલ ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ હતી. નીરવ મોદી ગ્લોબલ માર્કેટમાં મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડ હતો.
નિરવના પરિવારની વાત કરીએ તો તે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં ડાયમંડના બિઝનેસ સાથે જોડાયેલા એક પરિવારમાંથી આવે છે. તેમની ઈચ્છા ક્યારેય આ વ્યવસાયમાં જોડાવાની નહતી આમ છતાંય તે વોર્ટન ગયા, ફાયનાન્સનું ભણ્યા પરંતુ વચ્ચે અભ્યાસ છોડીને હીરાના વેપારમાં જોડાઈ ગયા. આજે ભારત ઉપરાંત રશિયા, અર્મેનિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ નિરવના મેનુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે.
2010માં પોતાનો સ્વતંત્ર જ્વેલરી બિઝનેસ શરૂ કરનાર નિરવ મોદીએ ઘણાં ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અને ખ્યાતિ મેળવી લીધી હતી. તેને હોલિવુડ સ્ટાર્સના ભારતીય જ્વેલર તરીકેનું પણ બિરુદ આપવામાં આવ્યું હતું. 2013માં નિરવ મોદીએ ફોર્બ્સના અરબપતિઓના લિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે નીરવ મોદી ફોર્બ્સની ભારતીય ધનકુબેરોની 2017ની યાદીમાં 84મું સ્થાન ધરાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -