કૌભાંડી નિરવ મોદી લક્ઝુરિયસ હોટલમાં કરી રહ્યો છે ‘જલસા’, એક દિવસનું ભાડું સાંભળીને તમે પણ ચોંકી જશો! જાણો વિગત
નિરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. નીરવ, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોકસીએ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ દેશ છોડી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીબીઆઈએ નવી એફઆઈઆર દાખલ કરીને નિરવ મોદી, પત્ની અમી, ભાઈ નિશાલ અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સીને શોધવામાં ઈન્ટરપોલની મદદ માગી છે. આ બધાં જ દેશ છોડીને ચાલ્યા ગયા છે. આ વચ્ચે રિપોર્ટ્સ એવા છે કે નીરવ અત્યારે ન્યુ યોર્કની એક વૈભવી હોટેલમાં છે.
હીરાના વેપાર સાથે જોડાયેલા કેટલાંક લોકોનો દાવો છે કે તેમણે નીરવને બેલ્જિયમ પાસપોર્ટ પર ટ્રાવેલ કરતા જોયો છે.
ઈનકમ ટેક્સ વિભાગે અસ્થાયી રૂપે મોદી અને તેના પરિવારની 29 સંપત્તિ અને 105 બેન્ક ખાતાને જપ્ત કર્યા છે. અહીં આ હિલચાલ ચાલી રહી છે ત્યારે નીરવ ન્યુ યોર્કની લક્ઝરી હોટેલમાં આરામ ફરમાવી રહ્યો છે.
ટીવી રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ગુરુવારે જ્યારે નિવર મોદી વિશે હોટેલમાં પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું હતું કે નિરવ મોદી અને અમી પોતાના શૂટમાં નથી. જ્યારે તેમના બાળકો ઘરે જ છે.
મુંભઈ: પંજાબ નેશન બેંક (પીએનબી)ને 11 હજાર 300 કરોડનું કૌભાંડ આચરનાર અને બીજો ‘માલ્યા’ કહેનાર નિરવ મોદી અમેરિકામાં જલસાથી રહે છે? ટીવી રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર તે ન્યૂ યોર્કની સૌથી મોંઘી હોટલમાં જેડ બ્લુ મેરિયટના એસેક્સ હાઉસના બહુ જ મોંઘા શૂટમાં પોતાના પરિવાર સાથે રોકાયો છે. નિરવની પત્ની અમી અમેરિકન નાગરિક છે.
કૌભાંડનો મુખ્ય આરોપી નિરવ મોદી ન્યૂ યોર્કની મોટી હોટલમાં રોકાયો હોવાની મીડિયા રિપોર્ટ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે નિરવ મોદી ક્યાં છે તેની અમને ખબર નથી. પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલ 11,400 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી નિરવ મોદી અને તેની કાકા મેહુલ ચોક્સીના પાસપોર્ટ ચાર અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બંન્ને એક અઠવાડિયામાં નોટિસનો જવાબ આપશે નહીં તો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવશે.
NDTVના જણાવ્યા અનુસાર બુધવારે ભારતમાં કૌભાંડના ખુલાસા બાદ હોટેલના એપાર્ટમેન્ટમાં હલચલ જોવા મળી હતી. ઘણાં લોકોના ટોળાં વળ્યાં હતાં.
ટીવી રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે હોટલ સ્ટાફનો દાવો કર્યો છે કે તેમણે નિરવ મોદીને જોયો છે. સ્ટાફના જણાવ્યા અનુસાર અસામાન્ય રૂપથી શાંત જોવા મળી રહ્યો છે. તેની સાથે તેની પત્ની અમીને પણ હોટલની બિલ્ડીંગમાંથી અવર-જવર કરતી જોવા મળી હતી.
કૌભાંડ સામે આવ્યા બાદ નિરવ મોદીનો ફોન સ્વિચ ઓફ છે. પરંતુ ન્યુ યોર્કની આ હોટલમાં તેની ગતિવિધીઓ એક્ટિવ બતાવવામાં આવી રહી છે.
ટીવી રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે દેશના બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટા ફ્રોડનો આરોપી નિરવ મોદી ન્યૂ યોર્કની ફેમસ સેન્ટ્રલ પાર્કના ફેસિંગવાળા મેરિયટ એસેક્સ હાઉસના 36માં ફ્લોર પર રોકાયો છે. આ શૂટનું એક દિવસનું ભાડું 75 હજાર રૂપિયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ શૂટ 67 લાખ રૂપિયામાં 90 દિવસ સુધી બુક કરાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -