PNB કૌભાંડમાં ધીરુભાઈ અંબાણીના ભત્રીજાનું કનેક્શન આવતાં ઉદ્યોગજગતમાં ખળભળાટ? કોણ છે અંબાણીનો ભત્રીજો, જાણો વિગત
વિપુલ અંબાણી 2014થી ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ કંપની સાથે સંકળાયેલો રહ્યો છે અને તે ધીરૂભાઈના નાનાભાઈ પુત્ર છે. સીબીઆઈએ પોતાની ઓફિસ પર વિપુલને બોલાવ્યો હતો અને ડોક્યુમેન્ટસ સાથે લાવવાનું કહ્યું હતું અને કલાકો સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિપુલ અંબાણીનો આ કૌભાંડમાં શું રોલ છે તેની તપાસ સીબીઆઈએ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ કૌભાંડમાં સીબીઆઈ મોટો ધડાકો કરે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.
નીરવ મોદીની કંપંની ફાયર સ્ટાર ઈન્ટરનેશનલના ફાયનાન્સ વિભાગના પ્રમુખ અને રિલાયન્સના ધીરૂભાઈ અંબાણીના ભત્રીજા વિપુલ અંબાણીની સીબીઆઈએ અંદાજે પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. મોટું નામ આવતાંની સાથે ઉદ્યોગજગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો આવું એક ખાનગી ન્યુઝપેપરના અહેવાલમાં જણાવાયું હતું.
પીટીઆઈ પ્રમાણે વિપુલ અંબાણીનં વિખ્યાત અંબાણી પરિવાર સાથે કનેક્શન છે. તે રિલાયન્સ ગ્રૂપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના નાના ભાઈનો દીકરો છે. વિપુલ 2014થી નીરવ મોદીની કંપનીમાં કામ કરે છે. તેણે સીબીઆઈને માહિતી આપી છે કે તે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ પદ પર કામ કરે છે.
આ પૂછપરછમાં શું બહાર આવ્યું છે તે અંગે હજુ સુધી સીબીઆઈએ કોઈ ફોડ પાડ્યો નથી પરંતુ ધીરૂભાઈ અંબાણીના ભત્રીજાનું નામ ખુલતાં જ ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
જોકે વિપુલ અંબાણીનું કનેક્શન ભલે પીએનબી ગોટાળા સાથે હોય પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કે પછી ધીરુભાઈ અંબાણી પરિવારનો આ ગોટાળા સાથે કોઈ સંબંધ નથી. વિપુલના પિતા રિલાયન્સ ગ્રૂપના ફાઉન્ડર ડિરેક્ટર હતા. જોકે તેમણે અલગ થઈને પોતાની કંપની ખોલી હતી. વિપુલ અંબાણી 2014થી નીરવ મોદીની કંપનીમાં સીએફઓ તરીકે કાર્યરત છે.
સીબીઆઈ ગીતાંજલી ગ્રૂપની 18 સહાયક કંપનીઓની બેલેન્સ શીટ પણ ચકાસી રહી છે. સીબીઆઈએ આ સિવાય પીએનબીના 10 જેટલા સસ્પેન્ડ કર્મચારીઓની પણ 8 કલાકથી વધારે પૂછપરછ કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, પીએનબીમાં કૌભાંડ આચરનાર નીરવ મોદીના સીએફઓ વિપુલ અંબાણીની સીબીઆઈએ રવિવારે પૂછપરછ કરી હતી. વિપુલ અંબાણી રિયલ લાઈફમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીના કાકાનો પુત્ર છે.
મુંબઈ: પીએનબી કૌભાંડ હવે દેશનું સૌથી મોટું કૌભાંડ બની ગયું છે અને દેશભરમાં દરોડા તેમજ હાલ બેંકના અધિકારીઓની પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. પરંતુ તેમાં એક મોટું નામ પણ સામે આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -