PNBના ઇન્ટરનલ ચીફ ઓડિટરની ધરપકડ, નીરવ મોદી-મેહુલ ચોકસી સામે લુકઆઉટ નોટિસ
નીરવ મોદીએ સીબીઆઈ તપાસમાં સહયોગને ઇન્કાર કર્યો છે. તેણે કામકાજમાં વ્યસ્ત હોવાનું કારણ જણાવી સીબીઆઈ સમક્ષ હાજર થવામાં અસમર્થતા દર્શાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકના કોઈ ઓડિટરની પ્રથમ ધરપકડ છે. શર્મા પીએનબીના સ્કેલ 4 લેવલના અધિકારી છે. તેઓ જે બ્રાન્ચમાં ફરજ પર હતા ત્યાંથી જ એલઓયુ જાહેર કરવામાં આવ્યા, જેનાથી નીરવ મોદીએ અન્ય બેંકોની વિદેશી શાખામાંથી ઋણ લીધું હતું.
બીજી તરફ નીરવ મોદીની ફ્લેગશિપ કંપની ફાયરસ્ટાર ડાયમંડે અમેરિકામાં નાદાર જાહેર કરવાની અરજી કરી છે. ફાયર સ્ટાર ડાયમંડે અમેરિકાના ન્યૂયોર્કની એક અદાલતમાં અરજી આપતાં જણાવ્યું કે તેની કુલ સંપત્તિ અસેટ અને લાયબિલિટી 320 કરોડ રૂપિયાથી 650 કરોડ રૂપિયાના ક્ષેત્રમાં છે.
આ કેસમાં મુખ્ય આરોપી હીરા કારોબારી નીરવ મોદી અને મહુલ ચોકસી સામે અલગ-અલગ લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગે નીરવ મોદી ગ્રુપ સાથે સંકળાયેલી 4 અન્ પ્રોપર્ટી પણ ટાંચમાં લીધી છે. જેમાં એક ફાર્મ હાઉસ અને સોલર પ્લાન્ટ પણ સામેલ છે. આ પ્રોપર્ટીની કિંમત 70 કરોડ રૂપિયા છે.
નવી દિલ્હીઃ સીબીઆઈ દ્વારા પીએની મહાકૌભાંડને લઈ ચાલી રહેલી તપાસમાં પીનએનબીના ચીફ ઓડિટર એમકે શર્માની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસે પીએનબીની બ્રૈડી હાઉસ બ્રાંચની ઓડિટિંગ સિસ્ટમ અને તેની સાથે દેખરેખ રાખવાની જવાબદારી હતી. ઉપરાંત જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા અંગે ઝોનલ ઓડિટ ઓફિસને રિપોર્ટ કરવાનો હતો. PMLA અંતર્ગત કાર્યવાહી કરીને ED દ્વારા મેહુલ ચોકસીની 41 સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. જેની કુલ કિંમત 1217 કરોડ રૂપિયા જેટલી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -