PNB કૌભાંડઃ નીરવ મોદીને હાજર થવા મુંબઈની કોર્ટે સમન્સ પાઠવ્યું
નીરવ મોદીની ફ્લેગશિપ કંપની Firestar Diamond Inc અમેરિકામાં નાદાર જાહેર કરવાની અરજી કરી છે. ફાયર સ્ટાર ડાયમંડે અમેરિકાના ન્યૂયોર્કની એક અદાલતમાં અરજી આપતાં જણાવ્યું કે તેની કુલ સંપત્તિ અસેટ અને લાયબિલિટી 320 કરોડ રૂપિયાથી 650 કરોડ રૂપિયાના ક્ષેત્રમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિરવ મોદીની કંપનીએ અમેરિકામાં બેંકરપ્સની નિયમના ચેપ્ટર 11 મુજબ નાદાર જાહેર કરવાની અરજી આપી છે. બેંકરપ્સી નિયમ મુજબ આ ચેપ્ટરમાં કોઈ કંપની અથવા પાર્ટનરશિપના રિઓર્ગેનાઇઝેશન માટે દેવાળાની જોગવાઈ છે. ચેપ્ટર 11 મુજબ જ્યારે દેવાદાર તેના બિઝનેસને ટકાવી રાખવાની કોશિશમાં લેણદારોને હપ્તામાં રૂપિયા ચૂકવવાની ઈચ્છા જાહેર કરે છે.
મુંબઈઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને હાજર થવા મુંબઈની કોર્ટે સમન્સ પાઠવ્યું છે. જેમા તેને 12 માર્ચે હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો નીરવ મોદી તે સમયે હાજર નહીં રહે તો તેની સામે બિન જામીનપાત્ર વોરંટ પણ જાહેર કરવામાં આવશે.
નીરવ મોદી કૌભાંડનું કોકડું સીબીઆઈ અને ઈડી હાલ ઉકેલી રહી છે ત્યારે તેમાં નવો ખુલાસો થયો છે. જેમાં ખબર પડી છે કે કૌભાંડની રકમ 11400 કરોડ રૂપિયા નહીં પરંતુ તેનાથી પણ વધારે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -