PNB કૌભાંડમાં મોટો ખુલાસો: ‘હની ટ્રેપ’થી થયું હતું ફ્રોડ, નીરવ મોદી નહીં આ છે અસલી માસ્ટરમાઈન્ડ! જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોકુલનાથે કબુલાત કરી છે કે મેં બેંકનો લેવલ ફાઈવનો પાસવર્ડ મારી પાસે રાખ્યો હતો. આ પાસવર્ડ નીરવ મોદીની કંપનીના એક ડિરેક્ટરને પહોંચાડી દીધો હતો. આ પાસવર્ડ સ્વિફ્ટ સોફ્ટવેર માટે હોય છે જેના દ્વારા સહેલાઈથી લેટર ઓફ અંડરટેકિંગ પાસ કરી શકાય છે. સ્વિફ્ટ પ્રોસેસનો ઉપયોગ ઘણા અધિકારીઓ દ્વારા થતો હતો જેમાં ગોકુલનાથ શેટ્ટી સામેલ હતો. તેણે આ પાસવર્ડનાં માધ્યમથી કૌભાંડ આચરવામાં મદદ કરી હતી.
બીજી બાજુ સીબીઆઈએ નીરવ મોદીને ઝડપી લેવા ઈન્ટરપોલની મદદ માગી છે. આ માટે દુનિયાભરનાં એરપોર્ટને નોટિસ પાઠવી દેવામાં આવી છે જેથી નીરવ મોદી ગમે ત્યાં જવાનો પ્રયાસ કરે તો તેની જાણ ભારતીય એજન્સીઓને થઈ શકે. આ અગાઉ પણ નીરવ મોદી માટે કેટલાક દેશો પૂરતી જ નોટિસ જારી કરાઈ હતી પરંતુ હવે સમગ્ર દુનિયામાં લુકઆઉટ નોટિસ જારી કરી દેવાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ નેશનલ બેંકના કેટલાક કર્મચારીઓએ પોતાની સાથે આ કૌભાંડમાં સામેલ કરવા માટે નીરવ મોદીએ અમી મોદીની મદદ વડે ‘હની ટ્રેપ’નો ઉપયોગ કર્યો હતો. તેના માટે કેટલાક બેંક અધિકારીઓને બોલીવુડની કેટલીક મોડલ્સના માધ્યમથી ‘હની ટ્રેપ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મોડલ્સને ‘હની ટ્રેપ’ માટે કો-ઓર્ડિનેટ કરવાનું કામ અમી મોદી જ કરતી હતી. જે નીરવ મોદી અને બોલીવુડ વચ્ચે એક મહત્વની કડીનું કામ કરી રહી હતી.
આ મામલા સાથે જોડાયેલી મોટી જાણકારી એ છે કે પીએનબીની બ્રૈડી ફોર્ડ બ્રાંચ જે પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. 2013માં તેની બદલી આ બ્રાંચમાંથી કરવાની હતી જેને અટકાવી દેવામાં આવી. 2015માં પાંચ વર્ષ પુરા થતાં પણ તેની ટ્રાંસફર બ્રાંચમાંથી કરવામાં ન હતી. સીબીઆઇ હવે એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે કોના ઈશારા પર શેટ્ટીની ટ્રાંસફર અટકાવી દેવામાં આવી. સવાલ એ નથી કે ગોકુલનાથ શેટ્ટીની ટ્રાંસફરને અટકાવવામાં પન મોડલ્સ અને ‘હની ટ્રેપ’નો ઉપયોગ થયો હતો? શું બેંકના મોટા અધિકારીઓને ‘હની ટ્રેપ’ના માધ્યમથી ફસાવી ટ્રાંસફર-પોસ્ટિંગ અટકાવવામાં આવી? શું કૌભાંડ માટે પસંદગીના અધિકારીઓને એક જ બ્રાંચમાં જાણી જોઈને રાખવામાં આવ્યા?
તપાસ એજન્સીઓનું માનવું છે કે, કૌભાંડમાં ‘હની ટ્રેપ’નો ઈનકાર કરી શકાય નહીં. અમી મોદીના બોલિવૂડ સાથે ઘણા સારા સંબંધો છે. બેંકના મોટા અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ કરવા માટે મોડલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં અમી મોદીની મોટી ભૂમિકા રહી છે. નીરવ મોદીએ એમીની મદદથી જ બેંકના મોટા અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ થવા રાજી કરી લીધા હતા. 2013માં ગોકુલનાથ શેટ્ટીની બદલી કરી નખાઈ હતી પરંતુ તેને અટકાવી દેવાઈ હતી. 2015માં શેટ્ટીને બ્રાંચમાં પાંચ વર્ષ થયાં છતાં તેની બદલી કરાઈ નહોતી. શેટ્ટીની બદલી અટકાવવામાં ‘હની ટ્રેપ’નો ઉપયોગ કરાયો હોવાની શંકા છે. શેટ્ટીની બદલી કોના ઈશારે રોકાઈ તે અંગે સીબીઆઈ તપાસ કરી રહી છે.
સૂત્રો દ્વારા દાવો કરવામાં આવો રહ્યો છે કે, 11,300 કરોડનાં કૌભાંડનો માસ્ટરમાઈન્ડ નીરવ મોદી નહીં પરંતુ તેની પત્ની અમી મોદી છે. આ સમગ્ર કૌભાંડમાં ‘હની ટ્રેપ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડનું કાવતરું રચવાની સાથે સાથે નીરવ મોદીને અમેરિકા ભગાડી જવામાં પણ અમીનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નીરવ મોદી પાસેથી મળતી લાંચની રકમ આ કૌભાંડમાં સંડોવાયેલા પીએનબીના કર્મચારીઓ અંદરોઅંદર વહેંચી લેતા હતા. સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા નિવૃત્ત ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીએ કબુલાત કરી છે કે, તેને દરેક લેટર ઓફ અંડરટેકિંગ માટે લાંચ ચૂકવવામાં આવતી હતી. શેટ્ટીએ સીબીઆઈને જણાવ્યું હતું કે એલઓયુની રકમના આધારે લાંચની ટકાવારી ફિક્સ હતી અને તે પ્રમાણે બેંકના તમામ અધિકારીઓને તેમનો હિસ્સો મળી જતો હતો.
મુંબઈ: મુંબઈ સ્થિત પંજાબ નેશનલ બેંકમાં થયેલા રૂપિયા 11,300 કરોડનાં કૌભાંડનો રેલો હવે દિલ્હી અને અમદાવાદ સુધી પહોંચ્યો છે. તપાસમાં જોડાયેલી સીબીઆઈ અને ઈડી સતત નીરવ મોદી સાથે સંકળાયેલી કંપનીઓ પર દરોડા પાડી રહ્યા છે. આજ કડીમાં રવિવારે પણ ઈડીએ દેશનાં 15 શહેરોમાં 45 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઈડીએ નવી દિલ્હીના સાકેત મોલ, વસંતકુંજ અને રોહિણી વિસ્તારોમાં દરોડા પાડી તપાસ આરંભી હતી. જ્યારે અમદાવાદમાં પણ દરોડા પાડ્યા હતાં. સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે, નીરવ મોદીની કંપનીઓને અપાતા દરેક લેટર ઓફ અંડરટેકિંગ માટે એક નિશ્ચિત રકમ લાંચ પેટે અપાતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -