કૌભાંડી મેહુલ ચોક્સી બોલિવૂડની કઈ બે હોટ અભિનેત્રીઓના રૂપિયા ખાઈ ગયો, જાણો વિગત
મુંબઈ: પીએનબી કૌભાંડ હવે દેશનું સૌથી મોટું કૌભાંડ બની ગયું છે અને દેશભરમાં દરોડા તેમજ હાલ બેંકના અધિકારીઓની પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. નીરવ મોદીના કાકા અને ગીતાંજલિ જવેલર્સના માલિક મેહુલ ચોક્સીએ કંગના રણૌત અને બિપાશાને પણ છોડી નથી. આ બંને અભિનેત્રીઓએ મેહુલ ચોક્સી પર કોન્ટ્રેક્ટનો ભંગ કરવાનો અને તેમના પૈસા ખાઈ જવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે તે તેનો કોન્ટ્રેક્ટ રદ કરવા માટે કાયદાકીય સલાહ માંગી રહી છે.
તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મારા ફોટોઝ યુઝ કરવાના ચાલુ રાખ્યા હતાં. તેને કારણે મારે બીજી અનેક જ્વેલરી એન્ડોર્સમેન્ટની તકો ગુમાવવી પડી હતી. આ અંગે ચોક્સીએ કોઈ કોમેન્ટ કરવાની મનાઈ કરી દીધી હતી.
કંગના રણૌત જણાવ્યું હતું કે, મેં નક્ષત્રનું એન્ડોર્સમેન્ટ કર્યું તે માટે તેને ફી ચૂકવવાની બાકી છે. કંગનાએ 2016માં નક્ષત્ર પ્રમોટ કરી હતી. એ અગાઉ ઐશ્વર્યા 2004માં નક્ષત્રની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી હતી જ્યારે કેટરિના 2008માં તેની બ્રાન્ડ એમ્બેસેડર હતી.
અત્યારે ક્રિતી સેનન ગિલીની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેણે આ અંગે કોમેન્ટ કરવાની મનાઈ કરી દીધી હતી. સેનને ગયા વર્ષે ગીલિ સાથે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો. કરીના અને સલમાને 2009-10માં સંગિનીને પ્રમોટ કરી હતી.
બિપાશા બાસુએ ગિલિ માટે એન્ડોર્સમેન્ટ કર્યું હતું. તેનો કોન્ટ્રેક્ટ પૂરો થઈ ગયો પછી પણ તેના ફોટોઝ યુઝ કરવામાં આવતા હતા. બિપાશાએ જણાવ્યું હતું કે, મારા મેનેજરોએ ગિલિને મારા ફોટોઝ યુઝ કરવાનું અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા અને તેમને પત્રો પણ લખ્યા.
આ અગાઉ પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, તે ગ્લોબલ એમ્બેસેડર નીરવ મોદી સાથે પોતાનો કોન્ટ્રેક્ટ ખતમ કરી રહી છે. મોદી અને ચોક્સી પર પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. કંગના રણૌત અને બિપાશા બાસુએ ગીતાંજલિની બ્રાન્ડ નક્ષત્ર અને ગિલિને એન્ડોર્સ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -