કોલકાતામાં પોલીસ કમિશનરના ઘરે CBIના દરોડા, CBI અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોજ વેલી અને શારદા પોંજી ઘોટાળા જેવા મામલામાં સીબીઆઈ તરફથી હટાવવામાં આવેલા કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના બચાવમાં ઉતરી આવ્યા છે. તેમણે ભાજપ પર બદલાની ભાવનાવાળી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે. તેમની ઈમાનદારી અને બહાદુરી નિર્વિવાદ છે. તે 24 કલાક કામ કરે છે અને હાલમાં જ માત્ર એક દિવસની રજા લીધી હતી. ત્યારે બીજી બાજુ ચિટફંડ ઘોટાળા મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈની એક ટીમ રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના આવાસ પર પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાજુ TMCએ CBIની આ કાર્યવાહીને શર્મજનક બતાવતા કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. ટીએમસીનું કહેવું છે કે, આ કેન્દ્ર સરકારનો સંવિધાનિક ભ્રષ્ટાચાર છે. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઈના આમના-સામના બાદ મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતા પોલીસ કમિશ્નરના ઘરે પહોંચ્યા હતા.
કોલકાતા: પશ્ચિમ બંગાળના શારદા ચિટફંડ અને રોજ વેલી કૌભાંડ મામલે CBI કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. આ દરમિયાન CBIની ટીમ અને કોલકાતા પોલીસની ટીમ વચ્ચે હાથાપાઈ થઈ હતી. પોલીસે સીબીઆઈની ટીમને કમિશનરના ઘર અંદર પ્રવેશ કરતા રોક્યા હતા. એટલું જ નહી પોલીસ સીબીઆઈના બે અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ શારદા ચીટફંડ મામલે કોલકાતા પોલીસ કમિશનર રાજીન કુમારની પુછપરછ માટે તપાસ કરી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -