ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વેલેન્ટાઈન ડે ઉજવવા અંગે શું કર્યું એલાન? જાણો વિગત
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, હું એકતની રાજનીતિમાં વિશ્વાસ રાખું છું. હું પ્રેમની રાજનીતિમાં વિશ્વાસ કરુ છું, લવ જેહાદની રાજનીતિમાં નહીં. અમે લવ જેહાદવાળા નહીં પરંતુ પ્રેમ કરવાળા લોકો છીએ. અમે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરીએ છીએ. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને મને નિશાન બનાવવામાં આવ્યા કારણ કે અમે ગુજરાતમાં તેના ઘમંડ અને આક્રમકતાને તોડ્યા હતા. આજે આપણા લોકતંત્ર અને બંધારણ પર જોખમ ઉભું થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેવાણીએ રેલીમાં કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણી બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ નિવેદનોની જેમ કહ્યું કે, તે નફરતની રાજનીતિની વિરૂદ્ધ ઉભા રહશે અને બંધારણના મૂલ્યો તથા પ્રેમની રાજનીતિ સાથે રહશે.
ઉલ્લેખની છે કે, થોડા દિવસ પહેલા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ દિલ્હીમાં હુંકાર રેલી કરી હતી. જેમાં મોદી પર પ્રહાર કરતાં તેણે કહ્યું હતું કે, અમે પ્રેમની રાજનીતિમાં વિશ્વાસ રાખીએ છીએ, લવ જેહાદમાં નહીં. જણાવીએ કે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હાલમાં જ ગુજરાતના વડગામથી અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે. દિલ્હીમાં યોજાયેલી રેલીમાં કન્હૈયા કુમાર, શેહલા રાશિદ, ઉમર ખાલિદ, સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રશાંત ભૂષણ પણ હાજર હતા.
નવી દિલ્હીઃ વેલેન્ટાઈન દિવસને થોડા જ દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં તેના વિરોધના પોસ્ટર જોવા મળ્યા છે. જેમાં યુવાઓને વેલન્ટાઈન ડેનો વિરોધ કરવાની વાત કહેવામાં આવી છે. મોટાભાગના પોસ્ટર શહેરની કોલેજની બહાર લગાવવામાં આવ્યા છે. તેમાં લવ જેહાદના સ્ટીર પણ લગાવવામાં આવ્યા છે જેમાં એક મહિલાને અડધા ચેહરા સાથે બુરખો પહેરેલ દર્શાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -