15 જગ્યા પર કાલે મધરાત સુધી જ ચાલશે 500ની જૂની નોટ, 30 ડિસેમ્બર સુધી થશે જમા
પરંતુ જો 15 ડિસેમ્બર બાદ પણ તમારી પાસે 500 અને 1000ની નોટ હોય તો તમે 30 ડિસેમ્બર સુધી તેને તમારા બેંક ખાતામાં જમા કરાવી શકો છો. જનધન ખાતામાં જમા કરાવવા માટેની મર્યાદા 50 હજાર રૂપિયા છે. બચત ખાતામાં જૂની નોટ જમા કરાવવા માટે કોઈ મર્યાદા નથી. જો તમે અઢી લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવો છો તો ધ્યાન રાખો કે તમારી પાસે તે રકમ ક્યાંથી આવી છે તેના માન્ય પૂરાવા હોવા જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારી હોસ્પિટલ, ફાર્મસી, સહકારી ભંડારથી 5 હજાર રૂપિયા સુધીનો સામાન, મિલ્ક બૂથ, શ્મશાન ઘાટ/કબ્રસ્તાન, એલપીજી સિલિન્ડર, સ્મારકોની ટિકિટ માટે ગુરુવારે મધરાત સુધી 500ની જૂની નોટ ચાલશે.
સરકારી હોસ્પિટલ, ફાર્મસી, સહકારી ભંડારથી 5 હજાર રૂપિયા સુધીનો સામાન, મિલ્ક બૂથ, શ્મશાન ઘાટ/કબ્રસ્તાન, એલપીજી સિલિન્ડર, સ્મારકોની ટિકિટ માટે ગુરુવારે મધરાત સુધી 500ની જૂની નોટ ચાલશે.
નવી દિલ્હીઃ 500ની જૂની નોટ ગુરુવારે મધરાત બાદ ક્યાંય નહીં ચાલે. સરકારે 500ની જૂની નોટના ચલણની ડેડલાઈન 15 ડિસેમ્બર નક્કી કરી હતી. જણાવીએ કે સરકાર પેટ્રોલ પંપ, રેલવે, સરકારી બસ, એરપોર્ટ અને મેટ્રોમાં પહેલા જ 500ની નોટ બંધ કરી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -