અમિત શાહે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે છેડો ફાડવાના આપ્યા સંકેત, જાણો શું કહ્યું....
એનડીએના જૂથ શિવસેનાએ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં વોટ કરવાનું વ્હિપ જાહેર કર્યું હતું, પરંતુ પછી પાછું લઇ લીધું. ત્યારબાદ પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં હિસ્સો પણ લીધો ન હતો. શિવસેનાએ રાહુલ ગાંધીના લોકસભામાં આપવામાં આવેલા ભાષણના પણ વખાણ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્ર ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે, 2019માં લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરો. નોંધનીય છે કે, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાએ સરકારનો સાથ આપ્યો ન હતો. શાહે કાર્યકર્તાઓને કહ્યું કે, તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરો. ટૂંકમાં જ ભાજપ 48 સીટો માટે પ્રભારીઓની જાહેરાત કરશે. શિવસેના પહેલા જ કરી ચૂકી છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે.
બીજી બાજુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી મુખપત્ર 'સામના'ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે મોદીના સપના માટે નહીં, સામાન્ય માણસના સપના માટે લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે શિવસેના કોઇ એક પાર્ટીની દોસ્ત નથી.
શિવસેનાનું આ વલણ જોતા અમિત શાહે આ બેઠકમાં કાર્યકર્તાઓને કહ્યું કે તેઓ ગઠબંધનની ચિંતા છોડે અને એકલે હાથે ચૂંટણી લડવાની તૈયારી કરે. અમિત શાહે બેઠકમાં પાર્ટીને મજબૂત કરવાની સાથે નવા વોટર્સને જોડવા પર ભાર મૂક્યો અને સ્થાનિક નેતાઓને વોટર્સના નિયમિત ફીડબેક લેવા માટે જણાવ્યું. આ માટે પ્રત્યેક બૂથ પર પાર્ટીના 25 કાર્યકર્તાઓને તહેનાત કરવા માટે નિર્દેશ આપ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -