રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટ્વિટર પર માત્ર 1ને કરે છે ફોલો, જાણો કોણ છે તે વ્યક્તિ...
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના પેજ પ્રેસિડન્ટ મુખર્જીના નામથી છે. પેજના કુલ ફોલોઅર્સની સંખ્યા 3.31 મિલિયન છે. રાષ્ટ્રપતિ તરીકેના પ્રણબ મુખર્જીના કાર્યકાળમાં કુલ 6967 ટ્વિટ કરવામાં આવ્યાં જ્યારે માત્ર 4 ટ્વિટને તેમના દ્વારા લાઈક કરવામાં આવ્યા. કોવિંદના શપથ લેતા જ ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર ટ્વિટ હેન્ડલ પણ બદલાઈ ગયું અને જૂના તમામ ટ્વિટ્સને આર્કાઈવ કરવામાં આવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપણામાંથી ઘણાં લોકને ખબર નહીં હોય કે રાષ્ટ્રપતિ કઈ વ્યક્તિને ફોલો કરે છે. કોવિંદ બીજી કોઈ વ્યક્તિ નહીં પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ફોલો કરે છે. જે પેજને રાષ્ટ્રપતિ ફોલો કરે છે તે પ્રણભ મુખર્જીનું રાષ્ટ્રપતિ તરીકેનું આર્કાઈવ્ડ પેજ છે. આ પેજ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના તમામ ભાષણો અને ટ્વિટનું સંકલન છે. આ પેજ પર તમને પૂર્વ રાષ્ટ્રપતિના કાર્યકાળ સાથે જોડાયેલ તમામ તસવીરો, વીડિયો અને ભાષણ મળી જશે.
નવા રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ બન્યાની થોડી જ મિનિટની અંદર તેને ફોલો કરનારની સંખ્યા 30 લાખથી ઉપર પહોંચી ગઈ. આ સંખ્યા અત્યાર સુધીમાં 33 લાખની આસપાસ પહોંચી ગઈ છે અને તે સતત વધી રહી છે. પરંતુ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે રાષ્ટ્રપતિ માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે.
નવી દિલ્હીઃ રામનાથ કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ ચૂક્યા છે. કોવિંદને ચીફ જસ્ટિસ જેએસ ખેહરે શપથ અપાવ્યા. શપથ બાદ પ્રણબ મુખર્જી અને કોવિંદે એક બીજાની ખુરશી બદલી. બાદમાં કોવિંદને 21 તોપોની સલામી આપવામાં આવી. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અનેક મોટા રાજનીતિક હસ્તીઓ હાજર રહી. રાષ્ટ્રપતિ બન્યા બાદ જ દેશના પ્રથમ નાગરિકનું સત્તાવાર ટ્વિટર પેજ બનાવવામાં આવ્યું.ય પેજ બન્યાની થોડી જ મિનિટની અંદર જ તેમને લાખો લોકએ ફોલો કરવાનું શરૂ કર્યું. સાથે જ એક દિવસની અંદર પ્રણબ રામનાથ કોવિંદે પોતાના ખાતામાંથી એક પછી એક 35 ટ્વિટ કર્યા. રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ President of Indiaના નામથી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -