રાષ્ટ્રપતિની ચૂંટણીઃ PM મોદી અને અમિત શાહે કર્યું વોટિંગ
સાંસદો ધારાસભ્યો પોલિંગબૂથમાં પોતાની પેન નહીં લઈ જઈ શકે. ખાસ કરીને તે મૈસૂરથી ડિજાઈન કરાયેલી પેન વડે જ વોટ આપી શકાશે. પોલિંગબૂથની બહાર ઊભેલો સ્ટાફ તેમને પેન આપશે. ગત વર્ષે હરિયાણામાં રાજ્યસભા માટે સુભાષચંદ્રાની ચુંટણીમાં ખોટી પેનથી મતદાનને કારણે અનેક વોટ રદ થતા વિવાદ સર્જાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રપતિની પસંદગી સાંસદ અને રાજ્યોના ધારાસભ્યો સાથે મળીને કરે છે. સાંસદો માટે ભવનમાં, જોકે ધારાસભ્યો માટે તેમના રાજ્યોની વિધાનસભામાં મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છે. જોકે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ગોવાના સીએમ મનોહર પારિકર સહિત 55 સાંસદે તેમના રાજ્યોમાં જ મતદાનની વિશેષ પરવાનગી લીધી છે. મતદાન સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. વોટિંગ પૂરું થતાં જ મતદાનપેટીઓ વિમાન મારફતે સંસદ ભવનના સ્ટ્રોંગરૂમ સુધી પહોંચાડાશે. મત ગણતરી 20 જુલાઈએ થશે.
નવી દિલ્લી: દેશના આગામી 14માં રાષ્ટ્રપતિ માટે મતદાન શરૂ થઈ ગયું છે. પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને વિપક્ષના મીરા કુમાર વચ્ચે આ પદ માટે સીધો મુકાબલો થશે. જોકે, લગભગ 63% મત સાથે રામનાથ કોવિંદ વિજયી બનશે તે નક્કી જણાઈ રહ્યું છે. વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનો કાર્યકાળ આગામી 24 જુલાઈએ પૂરો થશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈથી સત્તા સંભાળશે. સંસદના કેન્દ્રીય વિભાગના બન્ને ગૃહના સાંસદો 23 જુલાઈએ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને વિદાય આપશે. આ વિદાય સમારોહમાં પરંપરા પ્રમાણે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન વિદાય ભાષણ આપશે.
સાંસદો માટે લીલા રંગના અને ધારાસભ્યો માટે ગુલાબી રંગના બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. કુલ 32 પોલિંગબૂથ બનાવાયા છે. એક સંસદ ભવનમાં જ્યારે રાજ્યની વિધાનસભાઓમાં પણ એક એક બૂથ લગાવાશે. પંચે 33 નીરિક્ષકોની નિમણૂંક કરી છે. બે સંસદ ભવનમાં રહેશે જ્યારે બાકી એક એક રાજ્યની વિધાનસભામાં તૈનાત રહેશે. વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ પદ સંભાળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -