રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિના પગારમાં ધરખમ વધારાની તૈયારી, જાણો કેટલો મળશે પગાર
નવી દિલ્હીઃ ભારત લોકતાંત્રિક દેશ જ નહીં, પરુંત એક ગણતાંત્રિક રાષ્ટ્ર પણ છે અને તેની શોભા વધારે છે રાષ્ટ્રપતિ. માટે જ રાષ્ટ્રપતિને ફર્સ્ટ સિટિઝનનો દરજ્જો પણ આપવામાં આવે છે. પરંતુ વાત પગારની આવે તો અહીં રાષ્ટ્રપતિનું કદ કેબિનેટ સચિવ કરતાં પણ નાનં છે. હાલમાં એક કેબિનેટ સચિવનો પગાર પણ રાષ્ટ્રપતિ કરતાં વધારે છે. આ જ વાતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગવર્નરોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે 2008માં રાષ્ટ્રપતિનો પગાર 50 હજારથી વધારીને 1.5 લાખ કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રપતિનો પગાર અંદાજે ત્રણ ગણો વધારવાની દરખાસ્ત છે. રાષ્ટ્રપતિનો હાલનો પગાર 1.5 લાખ રૂપિયા મહિને છે જે હવે અંદાજે 5 લાખ રૂપિયા થઈ જશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિનો પગાર 1.1 લાખ રૂપિયા મહિનેથી વધીને 3.5 લાખ રૂપિયા થઈ જશે. રાષ્ટ્રપતિ નિવૃત થયા બાદ તેને 1.5 લાખ રૂપિયાનું પેન્શન મળશે, જ્યારે તેના પતિ/પત્નીને સેક્રેટેરિયલ મદદ તરીકે 30 હજાર રૂપિયા મળશે.
ઉલ્લેખનીય છે કે, સાતમાં પગાર પંચની ભલામણ લાગુ થયા બાદથી જ રાષ્ટ્રપતિના પગારને લઈને ચર્ચા ચાલી રહી હતી. આશા છે કે કેબિનેટ તરફથી મંજૂરી મળ્યા બાદ બીલને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. સંસદમાં મંજૂરી મળ્યા બાદ વધારાનો પગાર જાન્યુઆરી, 2016થી લાગુ ગણવામાં આવશે.
ઘણાં સમયથી સાંસદોના પગારમાં પણ વધારો નથી થયો અને ઓગસ્ટમાં અંદાજે 250 સાંસદોએ પગાર વધારાને લઈને એક પીટીશન પર સાઈન પણ કરી હતી, હવે જો રાષ્ટ્રપતિના પગારમાં વધારો થશે તો તેનું સીધું દબાણ પીએમ નરેન્દ્ર મોદી પર પડવાનું છે અને પીએમ સાંસદોના પગાર વધારાના પક્ષમાં નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -