મોદી સરકારનો વધુ એક ફટકોઃ રાંધણ ગેસમાં ઝીંકાયો 93 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલામાં પડશે સિલિન્ડર ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં બાટલો ૭૪ર, કોલકતામાં ૭પ૯.પ૦, મુંબઇ ૭૧૮.પ૦ અને ચેન્નાઇમાં ૭પ૦માં બાટલો મળશે. ગયા મહિને ભાવ ક્રમશઃ ૬૪૯, ૬૬પ.પ૦, ૬રપ અને ૬પ૬.પ૦ હતા. સબસિડિવાળા સીલીન્ડર દિલ્હીમાં હવે ૪૯પ.૬૯, કોલકતા ૪૯૮.૪૩, મુંબઇ ૪૯૮.૩૮ અને ચેન્નાઇ ૪૮૩.૬૯માં મળશે. ઓકટોબરમાં ભાવ ક્રમશઃ ૪૯૧.૧૩, ૪૯૩.૮૩, ૪૯૩.૮૦ અને ૪૭૯.૧૧ હતો.
આ સિવાય કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૩૧૦.પ૦ થઇ ગયો છે. હવે કોમર્શિયલ અને ઘરેલુ બાટલા વચ્ચેના ભાવનું અંતર સાવ ઘટી ગયુ છે. સબસીડી બંધ થયા બાદ બંને વચ્ચેનું અંતર નહી રહે. માર્ચ સુધીમાં આ અંતર પુરૂ થઇ જશે અને દુકાનદાર દુકાનો પર ઘરેલુ ગેસને બદલે કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરશે. અત્રે એ નોંધનીય છે કે સરકાર વર્ષમાં ગ્રાહકને સબસીડીવાળા ૧ર બાટલા આપે છે ૧૩મો બાટલો જોઇતો હોય તો બજાર ભાવ આપવા પડે છે.
છેલ્લા એક વર્ષમાં સબસિડિવાળા ગેસના બાટલાના ભાવમાં ૧૧૦ રૂ.નો વધારો થયો છે. રાંધણગેસની કિંમત વધી રહી છે અને સબસિડિ ઘટતી રહી છે. માનવામાં આવે છે કે સબસિડિ બંધ થવાની કાળાબજાર ઉપર અંકુશ લાગશે.૧૯ કિલોવાળા સિલિન્ડરનો ભાવ ૧ર૬૮ રૂ. થઇ ગયો છે તો સબસિડિવાળા સિલિન્ડર ૪૯૧.૧૩માં મળશે.
ચાર મહિનાથી દર મહિને રૂ.૪-૪નો વધારો થઇ રહ્યો હતો પરંતુ ગઇકાલે સાંજે તેમાં ૯૩.પ૦ રૂ.નો મોટો વધારો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે બાટલાનો ભાવ ૭પ૧ કે ૭પર થઇ ગયો છે. ભાવ વધવાની અસર નાના અને મધ્યમવર્ગના લોકો ઉપર પડી છે. કદાચ આ પહેલો મોકો છે જયારે એક સાથે ૯૩ રૂ.નો વધારો થયો હોય.
કેન્દ્ર સરકારની આવતા માર્ચ સુધીમાં રાંધણગેસ પર સબસિડી ખત્મ કરવાની યોજના છે. અને આ યોજના હેઠળ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતીંગ વધારો કરી દેવામાં આવ્યો છે. ભાવ વધારાથની નાના અને મધ્યમવર્ગના પરિવારોના રસોડાનું બજેટ બગડી શકે છે.
ચાર મહિનાથી ગેસ સિલિન્ડરના ભાવમાં દર મહિને ૪ રૂપિયાનો વધારો કરવામાં આવતો હતો પરંતુ હવે તેમાં ૯૩.પ૦ રૂપિયાનો ધરખમ મોટો વધારો કરવામાં આવ્યો છે. આનાથી ગેસ સિલિન્ડરનો ભાવ વધીને ૭પર રૂ. થઇ ગયો છે. ભાવામાં આ વધારો આજથી લાગુ થઇ ગયો છે. સાથોસાથ હવાઇ ઇંધણના ભાવમાં પણ વધારો થયો છે.
નવી દિલ્હીઃ મોંઘવારીનો સામનો કરી રહેલી પ્રજા પર ફરીવાર મોંઘવારીનો માર લાગશે. ઓઇલ કંપનીઓએ રાંધણગેસના બિનસબસીડીવાળા સિલિન્ડરના ભાવમાં ૯૩ રૂપિયાનો વધારો કર્યો છે. આ સિવાય સબસીડીવાળા સિલિન્ડરના ભાવમાં પણ 4.પ૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -