ફરી એકવાર મોદી સરકાર, મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ
શપથ ગ્રહણ સમારોહને લઈને સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં 14 દેશના વડાઓને આમંત્રણ અપાયું છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 May 2019 07:08 PM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી આઝાદી બાદ પોતાની પાર્ટીને સતત બીજી વખત પૂર્ણ બહુમત અપાવનારા બીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. પ્રચંડ જીતના મહાનાયાક મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી પૂરી થઈ...More
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી આઝાદી બાદ પોતાની પાર્ટીને સતત બીજી વખત પૂર્ણ બહુમત અપાવનારા બીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. પ્રચંડ જીતના મહાનાયાક મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી પૂરી થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહને લઈને સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં 14 દેશના વડાઓને આમંત્રણ અપાયું છે.કાર્યક્રમ પ્રમાણે પીએમ મોદી આજે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદી સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપશે લેશે. શપથગ્રહણ પહેલા વડાપ્રધાન મોદી મહાત્માં ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ પર ગયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે, જેમાં 6 હજારથી વધુ લોકો ભાગ લઈ શકે છે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સટેક સમૂહના નેતા, શંઘાઈ સહયોગ સંગઠનના વર્તમાન અધ્યક્ષ, કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને મોરિશસના વડાપ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. કુલ 14 દેશોના રાષ્ટ્રધ્યક્ષ દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં શપથ ગ્રહણના સાક્ષી બનશે.છેલ્લી ઘડીએ મમતાનો યૂ-ટર્ન, કહ્યું- મોદીજી સોરી, શપથ ગ્રહણમાં નહીં આવુંભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગતBJP અધ્યક્ષ અમિત શાહ, રવિશંકર પ્રસાદે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામુંશપથ સમારોહમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત વિપક્ષના દિગ્ગજ નેતાઓ આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કર્ણાટકના સીએમ કુમારસ્વામી અને દિલ્હીના સીએમ એરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે મમતાએ કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી છે. સૂત્રો અનુસાર તમામ મુખ્યમંત્રી, રાજ્યપાલો, પૂર્વ વડાપ્રધાનો અને પૂર્વ રાષ્ટ્રપતિઓને કાર્યક્રમ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.એક બાજુ પીએમ મોદીના શપથગ્રહણમાં દુનિયાભરના તમામ નેતાઓ સામેલ થઈ રહ્યાં છે ત્યારે પાકિસ્તાનને આમંત્રણ ન આપીને પીએમ મોદીએ એકવાર ફરી મોટો કૂટનિતિક દાવ ખેલ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.