જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ થતાં આતંકવાદ અને પરિવારવાદથી મુક્તિ મળશેઃ PM મોદી

જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Aug 2019 08:41 PM
સંસદમાં કોણે મતદાન કર્યું, કોણે સમર્થન આપ્યું અને કોણે નહી, તેનાથી આગળ વધીને સાથે મળીને જમ્મુ કાશ્મીર અને લદાખના હિતમાં કામ કરવાનું છે. જમ્મુ કાશ્મીર અને લદાખની ચિંતા આપણા બધાની ચિંતા છે. તેમનું દુખ છે આપણું દુખ છે.
લદાખના નવયુવાઓને સારુ શિક્ષણ માટે સારી સંસ્થાઓ મળશે. ત્યાંના લોકોને સારી હોસ્પિટલ મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ઝડપથી આધુનિકીકરણ થશે.

મને પૂરો વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીરની જનતા અલગતાવાદીઓને હરાવીને નવી આશાઓ સાથે આગળ વધશે.
જમ્મુ કાશ્મીરમાં જે રીતે પંચાયતની ચૂંટણીઓ થઈ તે રીતે વિધાનસભાની પણ ચૂંટણી થશે

કેટલાક સમય માટે જમ્મુ અને કાશ્મીર કેંદ્ર શાસિત પ્રદેશ રહેશે અને બાદમાં તેમા ફરી બદલાવ કરવામાં આવશે. રાજ્યપાલ શાસનમં ત્યાં વિકાસ થઈ રહ્યો છે અને હવે કલમ 370 હટાવ્યા બાદ રાજ્યનો વધારે ઝડપથી વિકાસ થશે.


કલમ 370 અને 35 એ આ બંને કલમનો ઉપયોગ કેટલાક લોકોની ભાવના ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે અમારી સરકારે તેને હટાવ્યો છે અને હવેથી પાકિસ્તાન પોતાના ઈરાદાઓ પૂરા નહી કરી શકે. જમ્મુ કાશ્મીર કલમ 370 અને 35 એ નકારાત્મક પ્રભાવોથી બહાર નિકળશે.


કલમ 370 અને 35 એ આ બંને કલમનો ઉપયોગ કેટલાક લોકોની ભાવના ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે અમારી સરકારે તેને હટાવ્યો છે અને હવેથી પાકિસ્તાન પોતાના ઈરાદાઓ પૂરા નહી કરી શકે. જમ્મુ કાશ્મીર કલમ 370 અને 35 એ નકારાત્મક પ્રભાવોથી બહાર નિકળશે.

દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મચારીઓ માટે સફાઈ કર્મચારી એક્ટ લાગુ છે, પરંતુ જમ્મુ કાશ્મીરના સફાઈ કર્મચારી તેનાથી વંચિત હતા.

દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મચારીઓ માટે સફાઈ કર્મચારી એક્ટ લાગુ છે, પરંતુ જમ્મુ કાશ્મીરના સફાઈ કર્મચારી તેનાથી વંચિત હતા.
અમારી સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને તેનાથી એક નવા યુગની શરૂઆત થઈ છે. અલગાવાદ, આતંકવાદ, પરિવારવાદ સ્થાપિત થયો હતો જેને 370 હટાવીને દૂર કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર અને લદાખના લોકો પોતાના અધિકારોની વંચિત હતા પરંતુ દેશના દરેક નાગરિકનો હક અને દાયિત્વ સમાન છે. અમારી સરકારે તેને સ્થાપિત કરવાનું કામ કર્યું છે.

એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર તરીકે, તમે, અમે, સમગ્ર દેશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.


-જે સપનું સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજી, અટલજી અને કરોડો દેશભક્તોનું હતું તે હવે પૂરુ થયું છે. હવે દેશમાં નાગરિકોના હક અને ફરજો સમાન છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રાષ્ટ્રના નામે સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું, જમ્મુ કાશ્મીરના લોકોને વર્ષોથી રોકાયેલો તેમનો હક મળ્યો છે. અમારી સરકારે કરોડો દેશભક્તોનું સપનુ પૂર્ણ કર્યું છે. કલમ 370 રદ્દ થતા હું દેશના કરોડો લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છે.

બ્રેકગ્રાઉન્ડ

જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોની અડચણો દૂર કરી. આ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.