કેશનું સંકટ ટાળવા 24 કલાક ચાલુ છે 500 અને 200 રૂપિયાની નોટોનું છાપકામ
અધિકારીએ જણાવ્યું કે ભારતીય પ્રતિભૂતિ મુદ્રણ અને મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડના ચારેય છાપખાના આશરે દિવસમાં 18થી 19 કલાક કામ કરે છે. માત્ર ત્રણથી ચાર કલાકનો રેસ્ટ હોય છે. પરંતુ કેશના સંકટના કારણે અને એટીએમ મશીનોમાં રોકડની અછતના કારણે આ મુદ્રણાલય સપ્તાહમા સાત દિવસ અને 24 કલાક કામ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: દેશના ઘણા બધા રાજ્યોમાં કેશના સંકટના કારણે સરકારે નોટોનું છાપકામ વધારી દિધું છે. નોટ છાપકામ કારખાનામાં 24 કલાક કામ થઈ રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દેશમાં આશરે 70 હજાર કરોડ રોકડાની અછત દુર કરવા માટે આ સપ્તાહમાં મશીનો 500 અને 200 રૂપિયાના દરની નોટ છાપી રહ્યું છે.
સામાન્ય રીતે મુદ્રાને પ્રિંટ કરવાનું ચક્ર 15 દિવસનું હોય છે. આ સપ્તાહમાં જે નોટોનું છાપકામ શરૂ થયું છે તે બજારમાં આ મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે. અધિકારીએ જણાવ્યું કે આ પહેલા છપાઈ કામ 24 કલાક સુધી નોટબંધી બાદ 2 હજારની નોટ છાપવા માટે કર્યું હતું. જેના કારણે બજારમાં આવેલા કેશના સંકટને જલ્દીથી ખત્મ કરી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -