યુપીની કમાન સોંપ્યા બાદ રાહુલ હવે પ્રિયંકાને આ બેઠક પરથી લડાવશે લોકસભા ચૂંટણી, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને 4થી ફેબ્રુઆરીએ ચાર્જ અપાવશે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે. આ બધાની વચ્ચે એવા પણ રિપોર્ટ છે કે પ્રિયંકા ગાંધી માતા સોનિયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાયબરેલી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશની કમાન સોંપ્યા બાદ હવે રાજ્યમાં કોંગ્રેસની રાજનીતિ અગલ રીતે ઉભરી આવી છે. રાજનીતિના આ ગણિતથી બીજેપી હરકતમાં આવી ગઇ છે.
બીજેપીનું કહેવું છે કે, રાહુલ ફેલ થયો એટલે પ્રિયંકાને યુપીની મોટી જવાબદારી સોંપવામાં આવી છે જોકે, તેનાથી કોંગ્રેસને કોઇ ફાયદો નહીં થાય.
નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં સપા અને બસપએ ગઠબંધન કર્યુ છે, આ ગઠબંધનમાંથી કોંગ્રેસને બાકાત રાખ્યા બાદ કોંગ્રેસે મોટો દાવ રમ્યો અને પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપીની કમાન સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -