Exit Poll 2024
(Source: Matrize)
ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ, તમામ સંશોધન રદ્દ કરાયા
ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા વાળા આંતર-મંત્રાલયના ગ્રુપે બિલનું ફોર્મેટ તૈયાર કર્યું હતું. આ ગ્રુપમાં નાણામંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને કાયદા રાજ્ય મંત્રી પીપી ચૌધરી સામેલ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રિપલ તલાક બીલ લોકસભામાં પાસ થયું છે. સરકાર માટે સારા સમાચાર છે કે બિલ પરના તમામ સંશોધનો રદ્દ કરાયા છે. ટ્રિપલ તલાક બિલ હવે રાજ્યસભામાં જશે. સરકારે બિલ મુક્યું એ જ રૂપમાં પાસ થયું છે.
પ્રસ્તાવિત કાયદા માત્ર એકવારમાં ત્રિપલ તલાકના મામલે લાગુ થશે અને આનાથી પીડિતાને અધિકાર મળશે જેનાથી તે ઉચિત ભરણપોષણ અને ભથ્થાની માંગ કરવા સાથે મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી શકે. ઉલ્લેખનીય છે કે, ગઇ 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે એકવારમાં ત્રિપલ તલાકને ગેરકાયદેસર અને અબંધારણીય ઠેરવ્યો હતો.
ઓલ ઇન્ડિયા મઝલિસ-એ-મુસ્લિમીન (AIMIM)ના લીડર અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે ત્રિપલ તલાક વિરુદ્ધ બીલ બંધારણ હેઠળ મળેલા પાયાના હક્કની વિરુદ્ધ છે. જો આ બીલ પાસ થઇ જાય છે તો આ મુસ્લિમ મહિલાઓ માટે અન્યાય જેવુ ગણાશે.
આ બિલનું નામ મુસ્લિમ વિમેન (પ્રૉટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરિજ) બિલ રાખવામાં આવ્યું છે. બિલમાં ત્રિપલ તલાકને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી છે. દરેક પ્રકારે જેમ કે, બોલીને, લખીને, મેસેજ, ફોન, વૉટ્સએપ, ફેસબુકથી ત્રિપલ તલાક આપવી હવે ગેરકાયેદસર બનશે. આમ કરનારા સામે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઇ છે.
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ બીલ મહિલાઓની ગરીમાંની રક્ષા કરવા માટે છે. શરીયતમાં કોઇ દખલગીરી નથી. આ પહેલા પીએમ મોદીએ દરેક પક્ષોને બીલમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે, મુસ્લિમ મહિલાઓ પર ત્વરિત ત્રિપલ તલાક એટલે તલાક-એ-બિદ્દત જેવી અત્યાચારી પ્રથા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનું કહ્યું હતું. સંસદના નીચલા ગૃહ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -