પૂણેમાં ચા વેચીને કમાય છે મહિનામાં 12 લાખ રૂપિયા, જાણો તેની ચા કેમ છે ખાસ ?
તેમના તમામ આઉટલેટ પર લગભગ 10-14 લોકો કામ કરે છે. નવનાથનાના કહેવા પ્રમાણે, તેમના સ્ટોલનો ખુબ જ ઝડપી વિકસી રહ્યો છે જેને લઈને તેઓ ખૂબ જ ખુશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે જણાવ્યું કે, 2011માં ચા ને એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો આઇડિયા આવ્યો હતો પરંતુ પૂણેમાં કોઇ સારો ચા વાળો નહોતો જેથી તેમણે ચાર વર્ષ સુધી ચા પર સ્ટડી કર્યું હતું અને ત્યારબાદ સારી ગુણવત્તાથી ચાની બ્રાન્ડ બનાવી હતી.
નવનાથ યેવલેએ જણાવ્યું કે, શહેરમાં તેમના ત્રણ આઉટલેટ છે અને એક દિવસમાં તેઓ લગભગ 3000-4000થી વધુ ચા કપ વેચે છે અને દર મહિને તેમની આવક 10-12 લાખ રૂપિયા છે.
એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં નવનાથ યેવલેએ જણાવ્યું કે, પૂણેમાં ચા બ્રાન્ડનો આઇડિયા તેમને 2011માં આવ્યો હતો. ચેવલે ટી હાઉસના સંસ્થાપક નવનાથની લોકપ્રિયતા એટલી બધી વધી ગઇ કે આજે નવનાથ યેવલે યેવલે ચા બ્રાન્ડને દુનિયાભરમાં ફેલાવવા માંગે છે.
પૂણેઃ કોઇ ચા વાળો દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે તે સાંભળું થોડું વિચિત્ર લાગે છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ મહારાષ્ટ્રના પૂણેમાં ચા વેચતા નવનાથ ચેવલની મહિનાની કમાણી 10-12 લાખ રૂપિયા છે. નવનાથ મહારાષ્ટ્રના સૌથી અમીર ચા વાળા છે.
તેઓ પૂણેમાં ‘યેવલે ટી હાઉસ’ નામનો ચાનો સ્ટોલ ચલાવે છે. આજકાલ તેઓ તેમની ચાની બ્રાન્ડ અને તેમાંથી થતી કમાણીને લઇને ચર્ચામાં છે. યેવલે ટી સ્ટોલ ખૂબ જાણીતો છે. યેવલે ટી હાઉની મહિનાની કમાણી અધધધ 12 લાખ રૂપિયા છે. યેવલે ટી સ્ટોલમાં 10 રૂપિયામાં એક કપ ચા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -