પંજાબ-હરિયાણા હાઇકોર્ટે સિદ્ધુની કેમ કાઢી ઝાટકણી, કપિલ શર્મા શોમાં ભાગ લેવા પર શું કહ્યું
મુંબઇઃ પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુના ધ કપિલ શર્મા શોમાં કામ કરવાને લઇને થઇ રહેલો વિવાદ શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કપિલ શર્મા શોમાં કામ કરવાને લઇને સિદ્ધુની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દાને નૈતિકતાની દ્રષ્ટિએ જોવો જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપ્ટને કહ્યું હતું કે, સિદ્ધુને કપિલ શર્મા શોમાં કામ કરતા રોકવાની જરૂર નથી અને નથી તેમનું કોઇ મંત્રાલય બદલવાની જરૂર નથી.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના મીડિયા એડવાઇઝર રવીન ઠુકરાલના કહેવા પ્રમાણે, એડવોકેટ જનરલ તરફથી મુખ્યમંત્રીને આ પ્રકારનો રિપોર્ટ મળ્યાને સમર્થન આપ્યું હતું.
સિદ્ધુ કપિલ શર્મા શોમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પંજાબના એડવોકેટ જનરલે કહ્યું હતું કે, સિદ્ધુની કપિલ શર્મામાં ભાગ લેવા અને તેના કેબિનેટ મિનિસ્ટર તરીકે કામ કરવાને લઇને કોઇ વિવાદ નથી. હાઇકોર્ટની આ ટિપ્પણી તેના એક દિવસ બાદ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -