'કપિલ શર્મા શો'માં સિધ્ધુ કામ કરી શકે કે નહીં ? આ મુદ્દે કોણ માગશે કાનૂની અભિપ્રાય ? જાણો વિગત
અમરિંદર સિંહને સિદ્ધુના ટીવી શોમાં કામ કરવા અંગે પહેલા પ્રશ્નો હતા. આથી હવે તેમણે કહ્યું છે કે પંજાબ એડવોકેટ જનરલની સલાહ લઈશું કે એક મંત્રી ટીવી શોમાં કામ કરવાનું ચાલુ રાખી શકે કે નહિ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિદ્ધુને તેમના વિરોધીઓ પાર્ટ ટાઈમ રાજકારણી કહે છે. જો કે સિદ્ધુનું કહેવું છે કે તેમને શેડ્યુલ હેંડલ કરતા આવડે છે. તે કહે છે કે હું ટીવી કરું ત્યારે હું ત્રણ વાગે ચંદીગઢથી નીકળી જઉ છું. અને પાંચ વાગ્યે મુંબઈ પહોંચું છું. આખી રાત શૂટિંગ કરીને વહેલી સવારની 3 વાગ્યાની ફ્લાઈટ લઈને પાંચ વાગ્યે પાછો આવી જઉ છું. આ સમયે કોઈ ઉઠ્યું પણ હોતું નથી. અને સવારે સાત વાગ્યે મારું કામ શરૂ કરું છું.
સિદ્ધુએ આ અંગે કહ્યું કે ટીવીમાંથી જે આવક થાય છે તેનાથી તેમને હિંમત મળે છે કે તે ભ્રષ્ટાચારી રાજકારણીઓને પાઠ ભણાવી શકે, કેમકે તે રાજનીતિને બિઝનેસ નથી માનતા. સિદ્ધુએ કહ્યું કે, ‘છેલ્લા 12 વર્ષમાં હું 6 ચૂંટણી જીત્યો છું. બીજો એક પણ સેલિબ્રીટી આ કરી શક્યો હોય તો મને કહો. આનો અર્થ એ થાય છે કે જે લોકોએ મને મત આપ્યા છે તે મારી સાથે છે. જો લોકોને કોઈ તકલીફ નથી તો તમને શું છે. તમે ઈચ્છો છો કે હું રાજકારણને બિઝનેસ બનાવું.’
ચંદીગઢ: પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યના પ્રવાસન અને સાંસકૃતિક બાબતોના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની ધ કપિલ શર્મા શોમાં હાજરી અંગે કાયદાકીય સલાહ માગી છે. ચૂંટણી અને સિદ્ધુના શપથગ્રહણ બાદ આ સવાલો પૂછવામાં આવ્યો હતો કે શું તે આ રીતે કોમેડી શામાં આવશે કે કેમ. જેના જવાબમાં સિદ્ધુએ કહ્યું હતું કે જે લોકોએ મને મત આપ્યા છે તેમને વાંધો નથી તો તમને શું તકલીફ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -