પંજાબના નવા CM ‘કેપ્ટન’ છે પતિયાલાના મહારાજાના પુત્ર, 2014માં જેટલીને આપેલી કારમી હાર, જાણો બીજી વિગતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપ્ટન અમરિંદર સિંહ પંજાબ વિધાનસભાના સભ્ય છે અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પણ છે. તેમનો જન્મ 11 માર્ચ, 1942ના રોજ પટિયાલા રાજવી પરિવારમાં થયો હતો. 26 ફેબ્રુઆરી 2002થી 1 માર્ચ 2007 સુધી પંજાબના મુખ્યમંત્રી રહ્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલાના મહારાજા યાદવિંદર સિંહના પુત્ર છે. તેમની માતાનું નામ મોહિંદર કૌર હતું.
પંજાબઃ પંજાબમાં 10 વર્ષ પછી કોગ્રેસની સત્તા પર વાપસીમાં કેપ્ટન અમરિંદર સિંહ હીરો રહ્યા છે. રાજવી પરિવાર સાથે નાતો ધરાવતા કેપ્ટનને પંજાબની રાજનીતિમાં કદાવર નેતા માનવામાં આવે છે. કેપ્ટન અમરિંદર સિંહની મદદથી કોગ્રેસે પંજાબમાં 77 બેઠકો પર વિજય મેળવ્યો છે.
કેપ્ટન પાંચ વખત વિધાનસભ્ય બન્યા હતા. જેમાં ત્રણ વખત પટિયાલા (શહેરી), સામના અને તલવંડી સાબો પર એક એક વખત ચૂંટણી જીત્યા હતા. કેપ્ટન સારા લેખક પણ છે. તેમણે ‘ધ લાસ્ટ સનસેટ’, ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ લાહોર દરબાર’ સહિતની અનેક પુસ્તકો લખી છે.
અકાલી દળ અને બીજેપીની સરકારે કેપ્ટન વિરુદ્ધ તપાસ માટે વિધાનસભામાં સ્પેશ્યલ કમિટિ બનાવી જેણે કેપ્ટનને હટાવી દીધા હતા. આ કમિટિને વર્ષ 2010માં સુપ્રીમ કોર્ટની કમિટિએ ગેરકાયદેસર ગણાવી હતી. વર્ષ 2013થી અત્યાર સુધી કોગ્રેસ વર્કિગ કમિટિમાં સામેલ કેપ્ટને 2014માં લોકસભાની ચૂંટણી લડી હતી. અમૃતસરની સીટ પરથી કેપ્ટને જેટલીને હરાવ્યા હતા. આ સીટ પરથી બીજેપી સતત ત્રણ વખત ચૂંટણી જીતી હતી.
બાદમાં આ પાર્ટી વર્ષ 1998માં કોગ્રેસમાં વિલય થઇ ગઇ. બાદની વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટને કારમી હાર મળી હતી. કોગ્રેસમાં જોડાઇ ગયા બાદ કેપ્ટન 1999 થી 2002 અને 2013 સુધી પંજાબ પ્રદેશ કોગ્રેસ કમિટિના અધ્યક્ષ રહ્યા અને 2002થી 2007 સુધી પ્રદેશના મુખ્યમંત્રી પણ રહ્યા હતા. 2008માં કેપ્ટન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા.
વર્ષ 1964માં કેપ્ટન અમરિંદર સિંહના લગ્ન પરનીત કૌર સાથે થયા હતા. કેપ્ટન અમરિંદર સિંહને એક દીકરો રનિંદર સિંહ અને દીકરી જય ઇંદર કૌર છે. પરનીત કૌર પણ રાજનીતિમાં સક્રિય છે. અને મનમોહન સિંહની સરકારમાં તે ભારતની વિદેશ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે પટિયાલા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
1984માં ઓપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં કેપ્ટને લોકસભા અને કોગ્રેસ બંન્નેમાંથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ તેમણે શિરોમલી અકાલી દળમાં જોડાઇ ગયા. તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને રાજ્ય સરકારના મંત્રી બની ગયા. 1992માં તેમણે અકાલી દળ પણ છોડી દીધી અને શિરોમળી અકાલી દળ (પી)ના નામથી નવી પાર્ટી બનાવી હતી.
પાકિસ્તાન સામે યુદ્ધ શરૂ થયું હોવાના કારણે કેપ્ટને ફરીવાર આર્મી જોઇન કરી અને 1965માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કેપ્ટન તરીકે ફરજ બજાવી. યુદ્ધ બાદ ફરીવાર આર્મી છોડી દીધી હતી. કેપ્ટન અમરિંદર સિહને રાજીવ ગાંધી કોગ્રેસમાં લાવ્યા હતા. રાજીવ અને કેપ્ટન સ્કૂલના મિત્રો હતા. અમરિંદર સિંહ પ્રથમવાર 1980માં લોકસભામાં ચૂંટણી જીત્યા હતા.
આ ચૂંટણીમાં અમરિંદર સિંહ અમૃતસરની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અહીથી નાણામંત્રી અરુણ જેટલીને કારમી હાર આપી હતી. અમરિંદર સિંહ નેશનલ ડિફેન્સ એકેડમી અને ઇન્ડિયન મિલિટ્રી એકેડમીમાં અભ્યાસ બાદ 1963માં ભારતીય સેનામાં જોડાઇ ગયા હતા. જોકે, 1965ની શરૂઆતમાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -