PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
થોડા દિવસો પહેલા ભારતે હોંગકોંગ સરકારને નીરવ મોદીની ધરપકડ કરવાનો આગ્રહ કર્યો હતો. 12 એપ્રિલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, અમે હોંગકોંગના અધિકારીઓને નીરવ મોદીને ભારતને સોંપવાનો આગ્રહ કર્યો છે. સંસદ સત્રમાં વિદેશ રાજ્ય મંત્રીએ લેખિત જવાબમાં સંસદમાં જણાવ્યુ હતું કે,નીરવ મોદી હોંગકોંગમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકએ કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલા નીરવ મોદી પાસેથી રૂપિયા વસૂલવા માટે બેંકેં હોંગકોંગની કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ઉપરાંત પીએનબીએ જે દેશમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની સંપત્તિ અને કારોબાર ફેલાયેલો છે તે દેશોમાં કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.
અધ્યાદેશ મુજબ ભારત કે વિદેશમાં અપરાધથી સંપત્તિનું સર્જન કરનારા લોકોની પ્રોપર્ટી સીઝ કરવા એક મંચ બનાવાશે. આ મંચ ભાગેડુ અપરાધીઓના ભારત વાપસી માટે દબાણ બનાવશે. તેનાથી અપરાધ મામલામાં ભારતીય અદાલતોના અધિકાર ક્ષેત્રમાં તેમની સામે કેસ ચલાવો સરળ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો અધ્યાદેશ લાવવાના ફેંસલો કરવામાં આવ્યો હતો. જે મુજબ બેંકોને ચૂનો લગાવી વિદેશ ભાગી જનારા ગુનેગારોની સંપત્તિ હવે જપ્ત કરવામાં આવશે.
હીરા કારોબારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંકને 12,600 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાના આરોપી છે. સીબીઆઈને આ કૌભાંડની સૂચના મળ્યા બાદ નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેનો પરિવાર વિદેશ ફરાર થઈ ગયો છે. સરકારે કૌભાંડના બંને માસ્ટર માઇન્ડના પાસપોર્ટ રદ કરી દીધા છે. ઉપરાંત ઈડી દ્વારા નીરવ મોદીની કેટલીક પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -