ઘાસચારા કૌભાંડના ચોથા કેસ મામલે આજે થઇ શકે છે લાલુને સજાની જાહેરાત
રાંચીઃ આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર આજે ઘાસચારા કૌભાંડના ચૌથા કેસમાં આજે સજાની જાહેરાત થઇ શકે છે. ઝારખંડના દુમકા કોષાગારમાંથી ત્રણ કરોડ રૂપિયાથી વધુની રકમ ગેરકાયદેસર રીતે કાઢવાના મામલે લાલુ પ્રસાદને રાંચીની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે દોષી માન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ કેન્દ્રીય મંત્રીને ઘાસચારા કૌભાંડના પહેલા કેસમાં વર્ષ 2013માં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ ગોટાળાના બીજા કેસમાં લાલુને 23 ડિસેમ્બર 2017ના રોજ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને 6 જાન્યુઆરીએ સાડા ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. ત્રીજા કેસમાં તેને ચાઇબાસા કોષાગારમાંથી ગેરકાયદેસર નિકાસ માટે 24 જાન્યુઆરીએ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.
ઘાસચારા કૌભાંડમાં 15 માર્ચે જ નિર્ણય આવવાનો હતો પણ લાલુએ કોર્ટમાં અરજી કરીને આ મામલે તત્કાલિન એકાઉન્ટ જનરલને આરોપી બનાવવાની માંગ કરી હતી. જેના કારણે નિર્ણય અટક્યો હતો. પછી 17 માર્ચે નિર્ણય આવવાનો હતો પણ સીબીઆઇએની સ્પેશ્યલ કોર્ટના જજને કોઇ કાર્યક્રમમાં જવાનું હોવાથી નિર્ણય ટળ્યો હતો.
જે કેસમાં આજે લાલુ યાદવને દોષી ઠેરવવામાં આવ્યા તે ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996ની વચ્ચે દુમકા કોષાગાર (ટ્રેઝરી) 13.13 કરોડ રૂપિયા ખોટી રીતે કાઢવાનો છે. આ મામલે સીબીઆઇએ 11 એપ્રિલ, 1996એ 48 આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઇ હતી. 11 મે, 2000એ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આજનો કેસ દુમકા જેલ સાથે સંકળાયેલો છે. આ મામલે સુનાવણી અંગ્રેજીમાં આલ્ફાબેટ ક્રમ અનુસાર થઇ, પણ લાલુ કોર્ટમાં હાજર ન હતા. એટલા માટે તેને ક્રમમાં અલગથી પછીથી દોષી જાહેર કરાયા હતા. લાલુ પ્રસાદ યાદવ રાંચીની રિમ્સ હૉસ્પીટલમાં ભરતી હતા. બિરસા મુંડા જેલમાં તબિયત ખરાબ હોવાના કારણે તેને છેલ્લા કેટલાક દિવસોથી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
કોણ છે નિર્દોષ અને કોણે કર્યા દોષમુક્તઃ- મનુરંજલાલ મોહન પ્રસાદ, ધ્રૂવ ભગત, જગ્ગનાથ મિશ્ર, એસી ચૌધરી.
કોણ-કોણ છે દોષીઃ- દોષીઓમાં રાધા મોહન મંડલ, ગોપીનાથ દાસ, પીતામ્બર ઝા, ઓપી દિવાકર, પંકજ મોહન, મહેન્દ્ર ચંદ્ર બેદી. કૃષ્ણકુમાર પ્રસાદ, અરુણ કુમાર સિંહ, અજીત વર્મા,
ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ ઘાસચારા કૌભાંડના અન્ય ત્રણ કેસોમાં સજાપાત્ર છે અને અત્યારે ઝારખડની જેલમાં બંધ છે. લાલુ પ્રસાદની વિરુદ્ધ ઘાસચારા કૌભાંડમાં 6 કેસ નોંધાયા છે. અત્યાર સુધી ચારમાં તેને દોષી ઠેરવવામાં આવી ચૂક્યા છે. જ્યારે બે કેસો કોર્ટમા પડતર છે.
આવામાં લાલુ પ્રસાદ પર કોર્ટ આજે સજા સંભળાવી શકે છે, લાલુ છ માંથી ચાર કેસોમાં દોષ,ી સાબિત થઇ ચૂક્યા છે, જ્યારે બે મામલોમાં સુનાવણી ચાલી રહી છે. સજાની જાહેરાત 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે થશે.
કોર્ટે 31માંથી 19 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા, જેમાં લાલુ યાદવ પણ સામલે હતા. સજાની જાહેરાત માટે કોર્ટે 21, 22 અને 23 તારીખે સુનાવણી કરી સજા સંભળાવવાનો નિર્ણય કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -