મોદી સરકારની રાફેલ ડીલ કેન્સલ કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, આગામી અઠવાડિયે થશે સુનાવણી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલને લઇને સતત વડાપ્રધા અને રક્ષામંત્રીને લઇને નિશાન બનાવી રહી છે. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે પીએમ અને રક્ષામંત્રી પર રાફેલ પર દેશને જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે આગામી અઠવાડિયે આ મામલે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી શકે છે. વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે રાફેલ ડીલમાં ગોટાળો થયો છે, એટલા માટે આ ડીલને રદ્દ કરવામાં આવે. હવે આગામી અઠવાડિયે કોર્ટ આના પર સુનાવણી કરી શકે છે.
કોંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકારે જે વિમાનોની ડીલ કરી હતી તે જ વિમાનને મોદી સરકાર ત્રણ ગણી કિંમતે ખરીદી રહી છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે, આ નવી ડીલમાં કોઇપણ પ્રકારની નવી ટેકનોલૉજીના ટ્રાન્સફરની વાત નથી થઇ. પૂર્વ રક્ષામંત્ર એ કે એન્ટનીર અનુસાર, યુપીએ સરકારની ડીલ અનુસાર, 126માંથી 18 એરક્રાફ્ટ જ ફ્રન્સમાં બનવાના હતા બાકીના બધા HAL દ્વારા ભારતમાં બનવાના હતા.
નવી દિલ્હીઃ રાફેલ ડીલ વિવાદનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ભારતીય રાજનીતિમાં છવાયેલો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આ ડીલને એક મોટી ગોટાળો ગણાવીને કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -