Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપી મોટી રાહત, તપાસની માગ કરતી તમામ અરજી ફગાવી
નવી દિલ્હીઃ વિતેલા થોડા સમયથી એક મોટો રાજનીતિક મુદ્દો બનેલ રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે આ મામલે તપાસની માગ કરતી તમામ અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેના વડપણ હેઠળ આ ડીલને લઈને તપાસ કરવાની માગ કરતી અરજીઓ કરવામાં આવી હતી. આ પહેલા 14 નવેમ્બરે થયેલ સુનાવણીમાં તેના પર નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, એડવોકેટ એેમ.એલ. શર્માએ રાફેલની ડીલની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગ કરતી અરજી કરી હતી. ત્યાર બાદ એક અન્ય વકીલે વિનીત ઢાંડાએ આવી માગ કરતી અરજી કરી હતી. એટલું જ નહીં આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહે પણ આ ડીલ વિરદ્ધ અરજી કરી હતી. આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચે તેના પર નિર્ણય આપ્યો છે. એટલું જ નહીં ત્યાર બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ યવશંત સિન્હા અને અરૂણ શૌરી અને એક્ટિવિસ્ટ એડવોકેટ પ્રશાંત ભૂષણે અરજી કરી હતી કે સીબીઆઈ એફઆઈઆર નોંધીને ડીલમાં અનિયમિતતાની તપાસ કરવાની માગ કરી હતી.
સરકારે કોર્ટ અને અરજકર્તાને ડીલ અંગે લીધેલા નિર્ણયોના દસ્તાવેજ સોંપ્યા હતા. રાફેલની કિંમતને લઈને એક અલગ સીલબંધ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં સોંપાયા હતા. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય વર્ષ દરમિયાન 74 જેટલી બેઠકો કરી તે બાદ લેવાયો છે.
સરકારે જણાવ્યું હતું કે 126 રાફે ખરીદવા માટે જાન્યુઆરી 2012માં જ ફ્રાંસના દૈસો એવિએશનની પસંદ કરવામાં આવી હતી. પરંતુ દૈસો અને HAL વચ્ચે અંદરોઅંદરની સહમતી ન થતાં ડીલ આગળ વધી ન હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -