રઘુરામ રાજને કહ્યું- RBIનો ગવર્નર સરકારનો નોકર નથી
રાજને પુસ્તકમાં લખ્યું છે કે નોટબંધી અંગે તેમણે સરકારને ચેતવણી આપી હતી અને પૂરતી તૈયારી વગર નોટબંધી અમલી બનાવવાથી કેવી સમસ્યા ઊભી થઈ શકે તે અંગે તેને વાકેફ કરીને ચેતવી પણ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આરબીઆઆના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, કેન્દ્ર સરકાર માટે રિઝર્વ બેંકના ગવર્નર કોઈ નોકરશાહ નથી અને તેને નોકરશાહ સમજવા એ સરકારની ભૂલ છે. આ વાત રઘુરામ રાજને પોતાના નવા પુસ્તક ‘આઈ ડૂ વોટ આઈ ડૂ’માં રાખતા કહ્યું છે કે, કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ગવર્નર પદને લઈને પોતાના વલણમાં સુધારો કરવાની જરૂરત છે.
તેમના મતે આરબીઆઈના ગવર્નરના અધિકારોની સ્પષ્ટ પરિભાષા નથી તેનું સૌથી મોટુ જોખમ એ છે કે બ્યૂરોક્રસી સતત તેમની સત્તા ઓછી કરવાનો પ્રયાસ કરતી રહી છે. જોકે રાજને કહ્યું કે ગવર્નરની સત્તાના મુદ્દે વર્તમાન સરકારની અગાઉની સરકારો પણ આવું જ કરતી રહી છે, જેનાથી અર્થવ્યવસ્થામાં સેન્ટ્રલ બેન્કની ભૂમિકા નબળી પડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -