ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીઓને કેટલી પ્રોફેશનલ ફી ચૂકવવામાં આવી, જાણો વિગત
આ ઉપરાંત ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટ સિરીઝ દરમિયાન કોમેન્ટેટર તરીકેની કામગીરી બદલ સંજય માંજરેકર અને મુરલી કાર્તિકને અનુક્રમે 36.28 અને 30.61 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમના વર્તમાન ખેલાડીઓને મેચ અને રીટેઈનર ફી પણ ચૂકવવામાં આવી હતી.
અજિંક્ય રહાણેને 1.47 કરોડ રૂપિયા, હાર્દિક પંડ્યાને 1.27 કરોડ રૂપિયા, કુલદીપ યાદવને 1.08 કરોડ રૂપિયા, વૃદ્ધિમાન સહાને 57.91 લાખ રૂપિયા અને અભિનવ મુકુંદને 33.59 લાખ રૂપિયા ગયા વર્ષની સર્વિસ પેટે ચૂકવવામાં આવ્યા હતા.
આ જ ટીમના બોલીંગ - કોચ પારસ મહામ્બ્રેને ગયા ઓગષ્ટથી નવેમ્બર મહિના દરમિયાન ચાર મહિનાના સમયગાળા માટે કરેલી કામગીરી બદલ 27 લાખ રૂપિયા પ્રોફેશનલ ફી ચૂકવી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે વિવિધ ક્રિકેટરોને આપેલી રકમ વિશેની માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. એ મુજબ ભૂતપૂર્વ બોલર આશિષ નેહરાને વન ટાઈમ બેનીફીટ મુજબ 60 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
નવી દિલ્હી: અંડર-19 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ બોર્ડે 2017ની 31 ડિસેમ્બરે પૂરા થયેલા 6 મહિનાના સમયગાળા દરમિયાન તેણે કરેલી કામગીરી બદલ 2.43 કરોડ રૂપિયા પ્રોફેશનલ ફીની ચૂકવણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -