રાહુલ ગાંધીએ પાર્ટીના સંગઠનમાં કર્યો મોટો ફેરફાર, અશોક ગેહલોતને સોંપી મોટી જવાબદારી
રાજસ્થાનના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા ગેહલોતે દેશની સૌથી જૂની પાર્ટીમાં મહત્વની જવાબદારી આપવાનું કારણ છે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું ત્યારે ગેહલોત ગુજરાત કૉંગ્રેસના પ્રભારી હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅશોક ગેહલોત હવે જનાર્દન દ્વિવેદીનું સ્થાન લેશે, જે સોનિયા ગાંધીના ખૂબજ નજીકના અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.
નવી દિલ્લી: રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં અનેક મોટા ફેરફાર કરી રહ્યા છે. શુક્રવારે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અશોક ગહેલતની જગ્યાએ ગુજરાતના નવા પ્રભારી તરીકે રાજીવ સાતવની નિમણૂક કર્યા બાદ હવે અશોક ગેહલતોને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાના પૂર્વ મુખ્યમંત્રી અને રાહુલના ખૂબજ નજીકના ગણાતા અશોક ગેહલોતને પાર્ટીના સંગઠનનામહાસચિવ બનાવામાં આવ્યા છે.
સ્વભાવથી વિનમ્ર નેતા તરીકે ઓળખાતા ગેહલોત બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કૉંગ્રેસે શુક્રવારે ગુજરાત પ્રભારી તરીકેની જવાબદારી ગેહલોત પાસેથી લઈ લીધી હતી અને રાજીવ સાતવને ગુજરાત પ્રભારી બનાવામાં આવ્યા છે. જ્યારે થોડા દિવસ પહેલાજ કૉંગ્રેસે ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને બનાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -