Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કોહલી બાદ રાહુલ ગાંધીએ પણ PM મોદીને આપી મોટી ચેલેન્જ, કહ્યું- પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરો નહીં તો કૉંગ્રેસ કરશે પ્રદર્શન
કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે એક ઓનલાઈન ફિટનેસ અભિયાન શરૂ કરી સોશલ મીડિયા પર પોતાનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને અભિનેતા રીતિક રોશનને ચેલેન્જ કર્યા હતા. જેના બાદ કોહલીએ જિમનો એક વીડિયો શેર કરતા પીએમ મોદીને ચેલેન્જ કર્યું. પીએમ મોદીએ આજે કોહલીના જિમનો ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરતા કહ્યું કે તે જલ્દીજ પોતાનો ફિટનેસ વીડિયો શેર કરશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: મોદી સરકાર પોતાના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ થવા પર ઊજવણી કરી રહી છે. એવામાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. તેને લઈને સામાન્ય લોકો અને વિપક્ષી દળોએ મોદી સરકારની આલોચના કરી રહ્યાં છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જ સ્વીકાર કરવા પર ટીપ્પણી કરી છે અને રાષ્ટ્રવ્યાપી આંદોલની ચેતવણી આપી છે.
ફિટનેસ ચેલેન્જે પોલિટિકલ ચેલેન્જનું સ્વરૂપ લઇ લીધું છે. વિપક્ષ દેશની સમસ્યાઓ તરફ ઈશારો કરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યાં છે. બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ ટ્વિટ કરી કહ્યું કે, “અમે વિરાટના ફિટનેસ ચેલેન્જને સ્વીકારવાના વિરુદ્ધ નથી. હું તમને યુવાઓને રોજગાર આપવા, ખેડૂતોને રાહત આપવા અને દલિત અને અલ્પસંખ્યકો વિરુદ્ધ અત્યાચાર રોકવા માટે ચેલેન્જ સ્વીકાર કરવાનો આગ્રહ કરું છું. શું નરેન્દ્ર મોદી સર તમે અમારી ચેલેન્જ સ્વીકાર કરશો?”
નવી દિલ્હી: મોદી સરકાર પોતાના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ થવા પર ઊજવણી કરી રહી છે. એવામાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. તેને લઈને સામાન્ય લોકો અને વિપક્ષી દળોએ મોદી સરકારની આલોચના કરી રહ્યાં છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જ સ્વીકાર કરવા પર ટીપ્પણી કરી છે અને રાષ્ટ્રવ્યાપી આંદોલની ચેતવણી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -