'રાહુલ છે અકલ સે પૈદલ અને તેનો કોઈ ઈલાજ નથી', ક્યા કેન્દ્રીય પ્રધાને આપ્યું આ નિવેદન?
નકવીને પૂછવામાં આવ્યું કે, સરકાર માત્ર આંકડાબાજી કરે છે, તો તેના જવાબમાં કહ્યું કે, આંકડાબાજીને સમજવા માટે પણ અક્કલની જરૂરત પડે છે, જે રાહુલ ગાંધી પાસે નથી. હવે જે બુદ્ધિ વગરનો છે તેનું અમે શુ કરી શકીએ છીએ. પરંતુ તેઓ આજકાલ પોતાના સ્ક્રિપ્ટ રાઈટરનાં ભાષણની નકલ કરે છે. આવું કરીને તેઓ માત્ર બધા માટે હાંસીપાત્ર બની રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનકવીને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો, તેણે કહ્યું કે એક તરફ દેશનાં વિકાસને ખોટી રીતે દર્શાવવાની કોશિશ થઈ રહી છે. જ્યારે બીજી બાજુ વિકાસને આગળ વધારવાની મહેનત થઈ રહી છે. દેશ સારી રીતે સમજી રહ્યું છે કે, કોણ વિકાસથી નફરત કરી રહ્યું છે. વિકાસને નાપસંદ કરનાર લોકોને સકારાત્મક પરિસ્થિતિ હજમ થઈ રહી નથી. તેથી તેઓ દેશના વિકાસને ગાંડો બતાવવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ અમે એવું થવા દઈશું નહી.
હાલમાં ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં છે. રાહુલ ગાંધીએ ભરૂચની રેલીમાં નરેન્દ્ર મોદી અને ગુજરાત મોર્ડલ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર ખેડૂતો અને ગરીબોનાં ભાગની વિજળી અને પાણી ઉદ્યોગપતિને આપી રહી છે. જ્યારે ખેડૂત રાજ્યમાં રડતો રહે છે. નવી નોકરીઓના સર્જનમાં અને મેક ઈન ઈન્ડિયા બાબતે પણ રાહુલ ગાંધીએ એનડીએ સરકાર પર હલ્લા બોલ કર્યો હતો.
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ગુરુવારે તેમણે કહ્યું કે, રાહુલ અકલ સે પૈદલ છે અને તેનો કોઈ ઈલાજ નથી. આર્થિક આંકડાને સમજવા માટે અકલ જોઈએ, જે તેની પાસે નથી. તેમના અનુસાર નકલ માટે પણ અકલ તો જોઈએ ને. પરંતુ તે પોતાના સ્ક્રિપ્ટ રાઇટરના ભાષણની નકલ કરે છે. નકવીએ આ નિવેદન એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -