રાહુલ ગાંધી કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોરને કઈ મહત્વની જબાવદારી સોંપી શકે છે! જાણો વિગત
અલ્પેશ ઠાકોરના વધેલા કદને લઈને ગુજરાત કોંગ્રેસમાં પણ જોરદાર ચર્ચાઓ ચાલી છે. બીજુબાજુ કોંગ્રેસમાં વર્ષોથી ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલા લોકોને કોપીને અલ્પેશ ઠાકોર જેવા યુવા ચહેરાઓને જ આગલી હરોળમાં સ્થાન આપવાના પક્ષના મોવડીમંડળના સંકેતોને પગલે ગુજરાત કોંગ્રેસમાં આવા જૂના જૂથમાં આંતરિક નારાજગી પણ પ્રવર્તી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીની ટીમમાં યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવશે અને તેમને ગુજરાતથી રાહુલ ગાંધીની ટીમમાં મહત્વની જવાબદારી અને નેતૃત્વ સોંપાય તેવી પણ શક્યતા છે. એટલું જ નહીં રાહુલ ગાંધીની ગુડબુકમાં સ્થાન પામી ગયેલ અલ્પેશ ઠાકોરને આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડાવાય તેવી પણ સંભાવનાઓ જણાઈ રહી છે.
જે પરથી એવા સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર હવે ગુજરાતની રાજનીતિથી રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી મારે તેવી પૂરી શક્યતા છે. રાહલુ ગાંધી સાથેની અલ્પેશ ઠાકોરની મુલાકાત બાદ ઘણી મહત્વની અને ખાસ કરીને અલ્પેશ ઠાકોર માટે ઘણી લાભકારી સાબિત થઈ છે.
ઓબીસી આંદોલનથી રાજ્યમાં ચર્ચામાં આવેલા અને ત્યાર બાદ કોંગ્રેસમાં જોડાઈ ધારાસભ્ય પદે ચૂંટાઈ આવનાર કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોરનું કદ ખૂબ જ ટૂંકા ગાળામાં કોંગ્રેસમાં વળી રહ્યું છે. ઓબીસી આંદોલનથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ અસર જોવા મળી હતી અને કોંગ્રેસની સીટોમાં વધારો થયો હતો.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની એક જ દિવસમાં બે વખત થયેલી મુલાકાત પરથી આખરે પડદો ઉચકાયો છે. કોંગ્રેસ સુત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ ઠાકોર રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી મારે તેવા સંકેતો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -