રાહુલ ગાંધીના ભાજપ-સંઘ પર પ્રહાર, કહ્યું- ગોડ લવર્સ નહીં પરંતુ ગોડ-સે લવર્સ છે

રાહુલ ગાંધીએ ભાજપ- આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘ભાજપ અને આરએસએસ ગૉડના લવર્સ નથી પરંતુ ગોડ-સે ના લવર્સ છે. ’

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 17 May 2019 04:57 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પ્રચારનાં અંતિમ દિવસે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર આકારા શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલે સાધ્વી પ્રજ્ઞાએ આપેલા વિવાદિત નિવેદન અને ભાજપના અન્ય નેતાઓના નિવેદન પર પણ...More

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત એવા નિવેદનો આપી રહ્યા છે જે પાર્ટીની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. પ્રથમ સાધ્વી પ્રજ્ઞા બાદમાં અનંત હેગડે અને પછી મધ્યપ્રદેશના બીજેપીના પ્રવક્તા અનિલ સૌમિત્રએ નાથુરામ ગોડસે-મહાત્મા ગાંધી વિવાદને લઇને નિવેદન આપતા મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. જેના બાદ અનિલ સૌમિત્રને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.