3 રાજ્યોમાં ભાજપના સૂપડાં સાફ કર્યા બાદ રાહુલ ગાંધીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેઓ યુવાઓ અને ખેડૂતોનો અવાજ સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો. રાહુલે જોર આપીને કહ્યું હતું કે, થોડો અહંકાર આવી ગયો છે. મારું માનવું છે કે આ કોઈ નેતા માટે ઘાતક હોય છે. તેમના કામ કરવાની રીતથી મેં આ વાત શીખી છે. મારા માટે આ દેશના લોકો સૌથી સારા શિક્ષક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, એક નેતા તરીકે એ સમજવાનું હોય છે કે લોકો શું મહેસૂસ કરી રહ્યા છે અને તેઓ જે ચીજને મહેસૂસ કરે છે. તેની સાથે લગાવના માહોલ ઉભો કરવો પડે છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસનો ફરીથી ઉદય થયા બાદ પ્રેસ ફોન્ફરન્સને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું 2014ની લોકસભા ચૂંટણીમાંથી ઘણું બધું શીખ્યો છું. મને તેમાંથી જે મહત્વપૂર્ણ બાબત શીખવા મળી તે છે વિનમ્રતા. ભારત એક મહાન દેશ છે અને આ દેશમાં સૌથી મહત્વપૂર્ણ ચીજ છે કે લોકો કેમ માને છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને શીખવાડ્યું કે ‘કેમ ન કરવું જોઈએ’ અને મેં 2014ની લોકસભાની ચૂંટણીઓમાં મળેલી હારમાંથી પણ ઘણું શીખ્યું છે. રાહુલે એવું પણ કહ્યું હતું કે, વડાપ્રધાનને વિશાળ જનાદેશ મળ્યો હતો પરંતુ તેમણે દેશની ધડકન સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો.
નવી દિલ્હી: પાંચ રાજ્યોમાંથી રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે સરકાર બનાવી છે ત્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 સીટો જીતી હતી. કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -