અમે ગુજરાત-આસામના CMને જગાડ્યા, હવે PM મોદીને જગાડીશું: રાહુલ ગાંધી
કૉંગ્રેસના રસ્તે ચાલતા ભાજપે પણ હવે ઓડિશામાં દેવામાફીનો દાવો કર્યો છે. પાર્ટીએ કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું માફ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે આસામ સરકારે મંગળવારે ખેડૂતોને રાહત આપતા 600 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. આ દેવામાફીનો ફાયદો લગભગ 8 લાખ ખેડૂતોને મળી શકે છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોની લોનના 25 ટકા માફ કરશે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોનું દેવુ માફ કરી દીધું છે. કોંગ્રેસના મુખ્યમંત્રીઓના આ નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ વીજળી બિલ જરૂર માફ કરવાની જાહેરાત કરી છે. રુપાણી સરકારે ખેડૂતો પર 650 કરોડ રૂપિયાનું વિજળી બિલને માફ કરી દીધું છે.
નવી દિલ્હી: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસને મોટી સફળતા મળ્યા બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાને લઇને વડાપ્રધાન મોદી પર સતત પ્રહાર કરી રહ્યા છે. ખેડૂતોના દેવામફીને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે ‘કૉંગ્રેસ પાર્ટીએ આસામ અને ગુજરાતના મુખ્યમંત્રીઓને ઊંઘમાંથી જગાડી દીધા છે. પરંતુ વડાપ્રધાન હજું ઊંઘમાંજ છે. અમે તેઓને પણ જગાડીશું. આસામ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું, જ્યારે ગુજરાતમાં વીજળી બિલ માફ કર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -