નવજોત સિદ્ધુએ કહ્યું, રાહુલ ગાંધીના કહેવાથી ગયો હતો પાકિસ્તાન
જ્યારે ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલા સાથે તસવીરને લઈને થયેલા વિવાદ પર સિદ્ધુએ કહ્યું, મારી 5થી 10 હજાર તસવીર લેવામાં આવી હતી. મને નથી ખબર કે ગોપાલ સિંહ ચાવલા કોણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ મોટું નિવેદન આપ્યું છે. સિદ્ધુએ કહ્યું કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવાથી પાકિસ્તાન ગયો હતો. સિદ્ધુએ કહ્યું, મારા કેપ્ટન રાહુલ ગાંધી છે, તેમણે જ દરેક જગ્યાએ મોકલ્યા છે. સિદ્ધુનો પાકિસ્તાન પ્રવાસ વિવાદમાં છે. સિદ્ધુની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલા સાથે જોવા મળી રહ્યા છે. હૈદરાબાદમાં નવજોત સિદ્ધુએ આ નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પાકિસ્તાન જવા પર ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન જવાનો નિર્ણય સિદ્ધુનો અંગત નિર્ણય છે. તેમણે પોતાના રાજ્યમાં થયેલા આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કરી આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -