રાહુલ ગાંધી બિનહરીફ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પદે ચૂંટાયા, 16મીએ થશે તાજપોશી
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે, કોંગ્રેસ પાર્ટીએ આ વાતની જાહેરાત કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીની બિનહરીફ રીતે પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદગી થઇ છે, કોંગ્રેસ નેતા મુલ્લાપલ્લે રામચંદ્રએ રાહુલ ગાંધીને અધ્યક્ષ પસંદ કરવાની જાહેરાત કરી છે, ઉલ્લેખનીય છે કે, રાહુલ અત્યાર સુધી પાર્ટી ઉપાધ્યક્ષ હતા જ્યારે સોનિયા ગાંધી અધ્યક્ષ કારોબાર સંભાળી રહ્યાં હતા. રાહુલની તાજપોશી 16 ડિસેમ્બર થશે રાહુલ ગાંધને અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા બાદ દિલ્હીના કોંગ્રેસની હેડઓફિસ 24 અકબર રોડ પર જશ્નનો માહોલ જામી, હોળી પહેલા જ હોળીનો માહોલ રચાઇ ગયો હતો. જોકે, આજે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હતી અને બપોરે 3 વાગે ઉમેદવારી પાછી ખેંચવાનો સમય પુરો થતાં જ તેમને અધ્યક્ષ પસંદ કરી દેવામાં આવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ સામે પ્રથમ પડકાર - 2019ની ચૂંટણી અને 12 રાજ્યોની ચૂંટણીઃ કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. પાર્ટી રાહુલને અધ્યક્ષ બનાવીને સંગઠન અને કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પ્રયત્ન કરી રહી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં 12 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ રાહુલ દ્વારા તૈયારી કરવા ઈચ્છે છે.
રાહુલ સામે ત્રીજો પડકાર - હિન્દુ વિરોધી છબી બદલવાનો પ્રયત્નઃ રાહુલ 2014 લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસની હિન્દુ વિરોધી છબી બદલવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણ અને બહુસંખ્યકોની ઉપેક્ષાનું લેબલ હટાવવા માગે છે. રાહુલે 2014માં ઉત્તરાખંડથી શરૂઆત કરી હતી. જ્યારે તે કેદારનાથના દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારપછી તેઓ જે પણ રાજ્યમાં ચૂંટણીની રેલી કરે છે ત્યાંના ખાસ મંદિરોમાં પૂજા કરે છે. રાહુલ ગુજરાતમાં અત્યાર સુધીમાં 26 વખત મંદિર જઈ ચૂક્યા છે. તેઓ પોતાની જાતને દેશભક્ત, જનોઈધારી બ્રાહ્મણ ગણાવે છે. તેઓ ગુજરાતમાં જય સરદાર, જય ભવાનીના નારા પણ લગાવી ચૂક્યા છે.
રાહુલ સામે બીજો પડકાર - સ્ટેટ યૂનિટ્સની મજબૂતીઃ સોનિયા ગાંધીની તબિયત છેલ્લા કેટલાક સમયથી ઠીક નથી. કોંગ્રેસ, રાહુલ દ્વારા રાજ્યોની સ્થિતિ મજબૂત કરવા માગે છે. રાહુલના આવ્યા પછી કોંગ્રેસમાં ઘણાં ફેરફાર આવીઈ શકે છે. રાહુલ છેલ્લા કેટલાય સમયથી નવી ટીમ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણાં જૂના નેતા તેનો વિરોધ પણ કરી રહ્યા છે. અધ્યક્ષ બન્યા પછી રાહુલ દરેક નિર્ણયો જાતે લઈ શકશે. તેઓ કોંગ્રેસ કાર્ય સમિતિમાં પણ ફેરબદલ કરી શકે છે.
ગાંધી ફેમિલીમાંથી પ્રેસિડેન્ટ બનનારા રાહુલ એકલા મેમ્બર નથી. સૌથી પહેલા કોંગ્રેસ પ્રેસિડેન્ટ મોતીલાલ નેહરુ બન્યા હતા. જે બાદ જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ આ પદ સંભાળ્યું છે. ગાંધી ફેમિલીમાંથી પ્રેસિડેન્ટ બનેલી સોનિયા 5મી મેમ્બર છે. સોનિયા ગાંધી 1998માં કોંગ્રેસ પ્રેસિડેન્ટ બન્યા હતા. છેલ્લા 19 વર્ષથી તેઓ આ જવાબદારી સંભાળી રહ્યા છે.
4 ડિસેમ્બરના રોજ રાહુલે આ પદ માટે નોમિનેશન કર્યું હતું. પાર્ટીમાં શેહજાદ પૂનાવાલના વિરોધ વચ્ચે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવાનું નક્કી હતું. રાહુલ ગાંધીને જીતનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -