રાહુલે સંભાળ્યો કોંગ્રેસ અધ્યક્ષનો ચાર્જ, કહ્યું- આજે રાજનીતિ લોકોના ભલા માટે નથી
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સુકાન સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત તમામ લોકોને પ્રથમ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, દેશના ઇતિહાસ અને મૂલ્યોના આધારે રાજનીતિમાં પ્રવેશ કર્યો. આજે રાજનીતિ લોકોના ભલા માટે નહીં એકબીજાને કચડવા માટે થાય છે. અમારા મૂલ્યોને કચડવામાં આવી રહ્યા છે. આજે ખાનપાનને લઇ હત્યા કરવામાં આવી રહી છે. ગરીબોની વાત કરવા પર નિશાન સાધવામાં આવે છે. ભાજપ તોડે છે અમે જોડીએ છીએ. કોંગ્રેસ દેશને આગળ લઈ જવા માંગે છે પરંતુ વડાપ્રધાન પાછળ. બીજેપીના લોકો સમગ્ર દેશમાં આગ અને હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ભાજપ ગુસ્સો કરે છે અમે પ્રેમથી સમજાવીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App11 ડિસેમ્બરે રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની ઔપચારિક જાહેરાત એમ રામચંદ્રને કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે તેમણે નોમિનેશન દાખલ કર્યું હતું, પરંતુ તેમની સામે કોઈએ દાવેદારી નોંધાવી નહોતી.
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલની તાજપોશી થઈ તેની થોડી મિનિટો પહેલા જ AICCના હેડ ક્વાર્ટરમાં નવા અધ્યક્ષની નેમ પ્લેટ પણ લગાવી દેવામાં આવી હતી.
દિલ્હીના 24 એકબર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં તેમની તાજપોશીને લઈ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલનું રાજતિલક થતાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડાં ફોડી જશ્ન મનાવ્યો હતો.
મનમોહન સિંહે આ પ્રસંગે જણાવ્યું કે, કોંગ્રેસ માટે ઐતિહાસિક દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી નવી ઊંચાઈએ પહોંચશે. સોનિયાજીએ 19 વર્ષ સુધી પાર્ટીનું માર્ગદર્શન કર્યું. તેમની લિડરશીપને અમે સલામ કરીએ છીએ.
રાહુલની તાજપોશી પછી સંબોધન દરમિયાન ભાષણમાં ખલેલ પહોંચતા સોનિયાએ ફટાકડા ફોડવાની ના પાડી હતી અને 3 વખત ભાષણ અટકાવ્યું હતું. રાહુલને અભિનંદન આપી તેમણે કહ્યું હું તમને છેલ્લી વખત પાર્ટી અધ્યક્ષ તરીકે સંબોધન કરી રહી છું. રાજીવ સાથે લગ્ન બાદ મારો રાજનીતિ સાથે પરિચય થયો. ઈન્દિરાની હત્યા બાદ એવું લાગ્યું કે મારી માતા છિનવાઈ ગઈ. ઈન્દિરાની હત્યા બાદ મારા પતિ પુત્રને રાજનીતિથી દૂર રાખવા માંગતા હતા. કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ અમારા માર્ગદર્શક રહ્યા છે. અમારા મુલ્યો પર રોજ હુમલા થાય છે પરંતુ અમે હારીશું નહીં, સંઘર્ષ કરતા રહીશું. ક્યારેય પાછા નહીં હટીએ. 2004થી 2014 દરમિયાન મનમોહનસિંહની સરકારે જવાબદારીથી શાસન કર્યું. આ એક નૈતિક લડાઇ છે, જીત મેળવવા દુરસ્ત રહેવું પડશે. રાહુલ મારો પુત્ર છે. તેના વખાણ કરવાં યોગ્ય નથી લાગતું.
નવી દિલ્હીઃ દેશની સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં આજથી એક નવા યુગની શરૂઆત થઈ છે. શનિવારે રાહુલ ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની તાજપોશીનો જશ્ન મનાવવા માટે અનેક રાજ્યોમાંથી કાર્યકર્તાઓ દિલ્હી આવ્યા છે. આ પ્રસંગે સોનિયા ગાંધી, મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા, મધુસુદન મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ સાંસદ, ધારાસભ્યો, સીએલપી નેતા, પીસીસીઅધ્યક્ષ, એઆઈસીસીના તમામ પદાધિકારી પાર્ટીની ઐતિહાસિક ક્ષણમાં સામેલ થયા હતા. ગાંધી પરિવારમાંથી કોંગ્રેસના અધ્યક્ષ બનનારા રાહુલ ગાંધી પાંચમાં વ્યક્તિ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -