દિલ્હીમાં રાહુલ સાથે સિંધિયા અને કમલનાથની બેઠક પૂર્ણ, ભોપાલમાં થશે CMની જાહેરાત
જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ ભોપાલ જવા માટે રવાના થઈ ગયા છે. ત્યાં પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોની જાણકારી મુજબ કમલનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેની જાહેરાત ભોપાલમાં કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક તસવીર ટ્વીટ કરી છે. જેમા કમલનાથ અને સિંધિયા જોવા મળી રહ્યા છે. આ સાથે જ રાહુલે લિયો ટોલસ્ટોયનું એક વાક્ય પણ લખ્યું છે,’સમય અને ધૈર્ય, બે શક્તિશાળી યોદ્ધા.’
નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી નામ પર ચર્ચા માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં પાર્ટી નેતા કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતાં. બેઠક બાદ રાહુલના ઘરેથી જતા સમયે કમલનાથે કહ્યું કે, મુખ્યમંત્રી પદ માટે નિર્ણય ભોપાલમાં થશે. આ સિવાય તેઓ કંઇ પણ કહેવાથી બચ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યારે રાહુલ ગાંધીના ઘરથી બહાર આવ્યા તો તેમને કહ્યું કે,’સીએમ પદ માટે કોઇ રેસ નથી. ભોપાલમાં બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -