દેશવાસીઓને પત્રના બહાને રાહુલે પીએમ મોદી પર સાધ્યુ નિશાન, જાણો શું કહ્યું
આ મામલાને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર ખરાબ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે જો ભાજપ અધ્યક્ષ અમિત શાહને પહેલી હરોળમાં બેસવા મળી રહ્યું છે તો રાહુલ ગાંધીને કેમ નહીં?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરી દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પણ આપી છે. દેશવાસીઓના નામે લખેલા પત્રમાં તેમને કહ્યું કે, આ પ્રજાસત્તાક દિવસે આપણે બંધારણના પ્રતિ પોતાની પ્રતિબદ્ધતાઓને યાદ કરવી જોઇએ. તેમને દેશના લોકોમાં બંધારણમાં યોગ્ય ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને સાકાર કરવાની અપીલ કરી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા યુવાઓએ દેશના ઇતિહાસમાં આ મુલ્યવાન પ્રતિબદ્ધતાઓની પહેલાથી અનેકગણી વધુ રક્ષા કરવાની જરૂર છે. આ પ્રજાસત્તાક દિવસ પર આપણે આજીવન ચાલવાવાળી શપથને દોહરાવવી જોઇએ અને બંધારણની રક્ષા કરવી જોઇએ. તેમને દેશવાસીઓને કહ્યું કે જ્યારે પણ ભારતનું બંધારણ ખતરામાં પડે ત્યારે એકસાથે આવીને તેની રક્ષા કરવી જોઇએ.
મોદી સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં રાજપથ પર પહેલી હરોળમાં જગ્યા ના અપાયા બાદ રાહુલ ગાંધીની આ અપીલ સામે આવી છે. આ વખતે મોદી સરકારે રાહુલ ગાંધીને ચોથી હરોળમાં બેસવાની જગ્યા આપી છે. આનાથી કોંગ્રેસ કાર્યકર્તાઓ ખુબ નારાજ છે.
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએે ભારતના લોકોને સંવિધાનની રક્ષા કરવાની અપીલ કરી છે. મોદી સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પહેલી હરોળમાં જગ્યા નહીં આપવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીની આ અલીલ સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -