રાહુલ ગાંધી જશે કૈલાશ માનસરોવરની યાત્રાએ, ક્યારે ને કયા રસ્તેથી શરૂ કરશે યાત્રા, જાણો વિગતે
નોંધનીય છે કે, દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની 'જન-આક્રોશ રેલી'માં રાહુલે કહ્યું હતું કે, 'હું બે-ત્રણ દિવસ પહેલા કર્ણાટક જઇ રહ્યો હતો, હું પ્લેનમાં બેઠો હતો. પ્લેન અચાનક 8 હજાર ફૂટ નીચે આવી ગયુ, હું અંદરથી ડરી ગયો મને લાગ્યું હવે ગાડી ગઇ. ત્યારે મને કૈલાશ માનસરોવર યાદ આવ્યુ. હું તમારી પાસે 10-15 દિવસ માટે રજા માંગુ છું, જેથી કૈલાશ માનસરોવરની યાત્રા પર જઇ શકું.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ પોતાને જનોઇધારી હિન્દુ, શિવભક્ત ગણાવી ચૂક્યા છે. રાહુલ રુદ્રક્ષની માળા પણ પહેરે છે, જે ગુજરાતના પ્રચારમાં છેલ્લા દિવસે પ્રેસ કૉન્ફરન્સમાં દેખાઇ હતી.
રાહુલ કહ્યું હતું કે, પ્રચાર દરમિયાન તેનું વિમાન અચાનક હજારો ફૂટ નીચે આવી ગયું હતું, ત્યારે તેને ભગવાન શિવ યાદ આવ્યા અને તેને કૈલાશ માનસરોવર જવાનું નક્કી કરી લીધુ હતું.
કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વિમાનની સાથે થયેલી દૂર્ઘટના બાદ તેની માહિતી આપી હતી, તે દરમિયાન તેમને કાર્યકર્તાઓ પાસે થોડાક દિવસોની રજા પણ માંગી હતી.
હાલ રાહુલ ગાંધી કેરાલમાં પૂર પીડિત વિસ્તારોની મુલાકાતે છે, ત્યાંથી પરત ફરતાંજ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થશે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા નેપાલથી નહીં પણ ચીનના રસ્તાંએથી કરશે.
નવી દિલ્હીઃ અનેક પ્રસંગોએ પોતાને શિવભક્ત ગણાવી ચૂકેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા કરવા જશે. રાહુલ ગાંધીએ વાયદો કર્યો હતો કે કર્ણાટક ચૂંટણી બાદ કૈલાશ જશે, હવે રાહુલ ગાંધીને ભોલેનાથનો બુલાવો આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -