રાજસ્થાન બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીતથી રાહુલ ગાંધી ખુશ, કહ્યું- આ છે પરિવર્તનની શરૂઆત
રાહુલે આ જીતને ‘પરિવર્તનનો અવાજ’ ગણાવ્યો છે, રાહુલે ટ્વીટ કરી કહ્યું- ‘‘મધ્યપ્રદેશની જાગૃત જનતા, મતદારો અને કોંગ્રેસ કાર્યકર્તાઓને કોલારસ - મુંગાવલીની શાનદાર જીતનો અભિનંદન.’’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં આવેલા રિઝલ્ટમાં કોંગ્રેસે શિવપુરી જિલ્લાની કોલારસ અને અશોકનગર જિલ્લાની મુંગાવલી વિધાનસભા બેઠક પર કબ્જો જમાવ્યો, આ બન્ને બેઠકો પર કોંગ્રેસ જીત મેળવી છે. મુંગાવલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વૃજેન્દ્ર સિંહ યાદવે કહ્યું અમે 2,124 મતોથી જીત હાંસલ કરી તો વળી કોલારસ બેઠક પર મહેન્દ્ર સિંહ યાદવે 8000 થી વધુ મતોના અંતરથી જીત મેળવી છે.
આ પહેલા કોંગ્રેસે રાજસ્થાનમાં અલવર અને અજમેર લોકસભા બેઠક અને માંડલગઢ વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પક્ષ અને કાર્યકરોનો આભાર માન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યમપ્રદેશની કોલારસ અને મુંગાવલી વિધાનસભા બેઠક પર પાર્ટી ઉમેદવારોની જીતને વધાવી છે. રાહુલે એક ટ્વીટ કરી આ વાત કહી છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું ‘‘આ અહંકાર અને કુશાસનની હાર છે અને આશાઓની જીત છે. પહેલા રાજસ્થાન અને હવે મધ્યપ્રદેશે સાબિત કર્યુ કે પરિવર્તનની શરૂઆત થઇ રહી છે.’’
- - - - - - - - - Advertisement - - - - - - - - -