પૂરનો કહેર: બિહારમાં 98 તો આસામમાં 133 લોકોના મોત, યૂપીના 15 જિલ્લા પૂરની ઝપેટમાં
નીતીશ કુમારે રાહત અને બચાવ કાર્ય ઝડપી ચલાવવા અને જરૂરિયાતમંદ લોકોને ઝડપી મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે. તેમણે બેતિયા નગર ભવન સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ પહોંચી પૂર પીડિતો માટે તૈયાર કરવામાં આવતા ફૂડ પેકેટ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહારમા પૂરથી 47 લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા હવે 98 થઇ છે અને એક કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે રેલવે અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. અને લાખો લોકો ઘરવિહોણા થઇ ગયા છે.
સહરસા જિલ્લો પણ પૂર પ્રભાવિત થયો છે. પડોશી દેશ નેપાળ અને બિહારમાં લગાતાર થઇ રહેલા વરસાદના કારણે અચાનક આવેલા વરસાદથી રાજ્યમાં હાલ સુધી 119 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ગઇકાલે ગોપાલગંજ, બગહા, બેતિયા, રક્સોલ અને મોતિહારીના હવાઇ નિરીક્ષણ કરી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
નવી દિલ્લી : બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરથી જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બિહારમાં પૂરના કારણે હાલસુધી 98 લોકોના મોત થયા છે. જ્યારે આસામના 24 જિલ્લામાં પૂરથી 133 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના પણ 15 જિલ્લાને પૂરે ઝપેટમાં લીધા છે.
પશ્ચિમ બંગાળના છ ઉત્તરી જિલ્લાં ગઈકાલે પૂરથી 17 લોકોનો મોત થયા છે. જો કે પૂરની સ્થિતિમાં હવે સુધારો આવ્યો છે. આસામમાં પૂરથી વધુ 10 લોકોના મોત થયા છે. કુલ 24 માં લગભગ 31 લાખ લોકો આ આફતથી પ્રભાવિત થયા છે. ત્રીજી વખત પૂરની આફતને ઝીલી રહેલા રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને આજ સુધી 133 થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -